GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી લાયન્સનગરમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઇ

MORBI મોરબી લાયન્સનગરમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઇ
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રેઇડ કરતા જ્યાં જાહેરમાં ખુલ્લી શેરીમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની લેતી દેતીનો તીનપત્તીનો જુગાર રમતા રેખાબેન ગુણવંતભાઇ સામજીભાઇ પીઠવા ઉવ.૬૫, પુજાબેન મુકેશભાઇ ગુણવંતભાઇ પીઠવા ઉવ.૩૨ પન્નાબેન ઉર્ફે જીજ્ઞાબેન વિજયભાઇ નરેશભાઇ વાઘેલા ઉવ.૩૩, રેખાબેન ભાવેશભાઇ રતીલાલ પોપટ ઉવ.૩૪, ધર્મિષ્ઠાબેન વિજયભાઇ રવિશંકરભાઇ ઓરીયા ઉવ.૩૨ તમામ રહે.નવલખી રોડ લાયન્સનગર અમૃત પાર્ક સામે મોરબીને ઝડપી લેવામાં આવી છે. પકડાયેલ તમામ આરોપીઓ પાસેથી રોકડા ૨,૪૬૦/-કબ્જે લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







