હાથ જોડીને અને શીશ નમન સાથે તમામની માફી માગતા મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડ
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડએ ઔપચારિક રીતે વિદાય લીધી
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડનો સર્વોચ્ચ ન્યાયાલયમાં અંતિમ દિવસ હતો. જોકે ડીવાઈ ચંદ્રચૂડનો કાર્યભાળ મુખ્ય રીતે 10 નવેમ્બરના રોજ સમાપ્ત થવાનો છે. પરંતુ 9 અને 10 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ માં રજા છે. તેના કારણે ડીવાઈ ચંદ્રચૂડનો આજરોજ સુપ્રીમ કોર્ટમાં અંતિમ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ત્યારે હવે, ન્યાયાધીશ સંજીવ ખન્ના દેશના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાળ સંભાળશે. તો સીજેઆઈ ચંદ્રચુડે પોતાના કાર્યકાળ દરમિયાન અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના મામલે ચૂકાદો આપ્યો હતો.
ડીવાઈ ચંદ્રચૂડની 7 ન્યાયાધશની પીઠે 4-3 ના બહુમતીથી AMU ના લઘુમતી સ્થિતિને માન્ય ગણાવી છે. તો કામના છેલ્લા દિવસે ડીવાઈ ચંદ્રચૂડની એક તસવીર સોશિયલ મીડિયા ઉપર ખુબ જ જોરશોરથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ડીવાઈ ચંદ્રચૂડ એ ખુબ જ ભાવૂક દેખાઈ રહ્યા છે. તો સુપ્રીમ કોર્ટ માં ડીવાઈ ચંદ્રચૂડ એ ઔપચારિક રીતે વિદાય લીધી છે. ત્યારે વકીલ અભિષેક મનુ સિંધવી અને કપિલ સિબ્બલ સહિત અનેક લોકોએ સુપ્રીમ કોર્ટ ની લાઈવી સ્ટ્રીમમાં ડીવાઈ ચંદ્રચૂડને સંબોધિક કરીને ન્યાયાલયમાં તેમના યોગદાન ઉપર ભાર મૂક્યો છે.
ડીવાઈ ચંદ્રચૂડ એ સુપ્રીમ કોર્ટ માં પોતાના અંતિમ સંબોધનમાં જણાવ્યું હતું કે, જો કોઈને મેં ક્યારેય પણ દુ:ખ પહોંચાડ્યું હોય, તો હું તેમની માફી માગું છું. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટ ની કેનટિનમાં ડીવાઈ ચંદ્રચૂડની સાથે અનેક વકીલો અને ન્યાયાધીશોએ ખાસ સમય વિતાવ્યો હતો. તમારી જાણ માટે કે, ડીવાઈ ચંદ્રચૂડ એ નો કાર્યકાળ આશરે 2 વર્ષ પૂરતો નોંધાયો છે. ડીવાઈ ચંદ્રચૂડ એ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક ઐતિહાસિક ચૂકાદાઓ આપ્યા હતા. તે ઉપરાંત અનેક ચૂકાદાઓ આપીને દેશમાં ન્યાયને સ્થાપિત કર્યું હતું. ત્યારે આ ચૂકાદાઓ પૈકી ડીવાઈ ચંદ્રચૂડ એ રામ મંદિરનો નિર્ણય, ઈલેક્ટોરલ બોન્ડને અમાન્ય ગણાવું, સજાતીય વિવાહ, અનુચ્છેદ 370 ને હટાવી અને દિલ્હી સરકારના વિવિધ ચૂકાદાઓ આપ્યા હતા.