MORBI મોરબી ઘૂટું રામકો વિલેજ સોસાયટીમાં કીચડ રમતોત્સવ યોજી રોડ, પાણી અને ગટરના પ્રશ્ને સ્થાનિકોએ નોંધાવ્યો અનોખો વિરોધ
MORBI મોરબી ઘૂટું રામકો વિલેજ સોસાયટીમાં કીચડ રમતોત્સવ યોજી રોડ, પાણી અને ગટરના પ્રશ્ને સ્થાનિકોએ નોંધાવ્યો અનોખો વિરોધ
મોરબીમાં ફરી જનતા રસ્તાઓ પર ઉતરી, અમૃતિયા બાદ દુર્લભજી દેથરીયાનો વિરોધ
મોરબીના ઘૂટું ગ્રામ પંચાયત હેઠળ આવતી રામકો વિલેજ સોસાયટીમાં પ્રાથમિક પ્રશ્નો બાબતે અગાઉ સ્થાનિકોએ મામલતદાર અને ડીડીઓને રજૂઆત કરી હતી છતાં પ્રશ્નો નહિ ઉકેલાતા આજે સ્થાનિકોએ કીચડ રમતોત્સવ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અને પ્રશ્નો નહિ ઉકેલાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે
મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીના રહીશોએ આજે તંત્રને જગાડવા નવતર પ્રયોગ કર્યો હતો જેમાં કીચડ રમતોત્સવ યોજવામાં આવ્યો હતો સોસાયટીમાં આવેલ કોમન પ્લોટમાં કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે જેમાં બાળકો સહિતનાઓએ રમતો રમી કીચડ રમતોત્સવ ઉજવી તંત્રનું નાક વાઢ્યું હતું આજે ધારાસભ્યનો જન્મદિવસ હોય કીચડ રમતોત્સવ યોજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી