MORBI:મોરબી સરકારના કાર્યક્રમમાં ફક્ત સત્તાધારી પક્ષને જ સ્થાન આપવું યોગ્ય ? જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
MORBI:મોરબી સરકારના કાર્યક્રમમાં ફક્ત સત્તાધારી પક્ષને જ સ્થાન આપવું યોગ્ય ? જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
મોરબી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી મોરબી ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમ્યાન સત્તાધારી પક્ષના હોદ્દેદારોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે વિપક્ષ નેતાઓને રજુઆત કરવા પણ ન જવા દેવામાં આવ્યા હોય આ મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા મોરબી કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, તા. 26-3-2025ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી સરકારના લોકાર્પણ કાર્યક્રમમાં પધાર્યા હતા. ત્યારે સત્તાધારી પક્ષના હોદ્દેદારોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે વિરોધપક્ષના હોદ્દેદારોને નજરકેદ કરવામાં આવ્યા હતા. તો શું વિરોધપક્ષના હોદ્દેદારો મોરબીના પ્રાણપ્રશ્નોને લઈને રજુઆત પણ ન કરી શકે ? તેમજ આ સરકારના કાર્યક્રમમાં સત્તાધારી પક્ષના હોદ્દેદારોને સ્ટેજ પર સ્થાન આપવુ યોગ્ય છે ? ત્યારે આ અંગે યોગ્ય ખુલાસો કરી પ્રત્યુત્તર આપવા માંગ કરવામાં આવી છે.