GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીમાં વ્યાજ ખોરોનો આતંક યથાવત યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ઘમકી

MORBI મોરબીમાં વ્યાજ ખોરોનો આતંક યથાવત યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ઘમકી!

 

 

મોરબીના પંચાસર રોડ ન્યુ ચંદ્રેશ ગરબી ચોકમાં રહેતા શૈલેષભાઈ ભીખાભાઈ જીવાણીએ આરોપી વિપુલભાઈ અવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે દસ માસ પહેલા મિત્ર અલ્પેશભાઈ પટેલને પાર્ટનરમાં રહેવા માટે જુના બેરલ અને જૂની બેગ વેચવા વાત કરી હતી અને રામ ચોક ઢાળિયા પાસે રુદ્રાક્ષ ફાઈનાન્સ ઓફિસે આવેલ છે ત્યાં કરી હતી ત્યારે રોકાણ કરવા રૂપિયા ના હોવાથી અલ્પેશભાઈને અત્યારે તમે રોકાણ કરો રૂપિયા આવશે ત્યારે ધંધામાં ભાગે પડતા રૂપિયા આપી દઈશ એકાદ મહિના બાદ ધંધામાં રૂપિયાની જરૂર પડતા મિત્ર વિપુલભાઈ અવાડીયાની નવયુગ ગારમેન્ટ સામે આવેલી જમાવટ સિલેકશનમાં ગયા હતા અને બેન્કના સહી કરેલા કોરા બે ચેક લઈને આવવાનું કહેતા વિપુલભાઈને આપ્યા હતા અને રૂ ૬ લાખ રોકડા છ માસ પૂરતા આપ્યા હતા જેની નોટરી લખાણ પર સહી કરાવ્યું અને દરરોજનું રૂ ૧૮,૦૦૦ વ્યાજ ચૂકવતો હતો વ્યાજ સવા મહિનો ચુકવ્યું હતું અને વ્યાજના રૂપિયા રોકડા અને ઓનલાઈન ચૂકવતો હતો

ત્રણેક મહિના બાદ વ્યાજે લીધેલા ૬ લાખનું વ્યાજ ચૂકવાય તેમ ના હોવાથી વિપુલભાઈ પાસેથી બીજા રૂ ૯ લાખ રોકડા છ માસ પૂરતા લીધા હતા બદલામાં વિપુલભાઈએ બળજબરીથી એક્સીસ બેન્કના ચાર શી કરેલા કોરા ચેક લીધા હતા અને નોટરી લખાણ પર સહી કરાવી હતી જેનું રોજનું રૂ ૨૩,૦૦૦ વ્યાજ ચૂકવતો હતો વ્યાજ દોઢેક મહિનો ચુકવ્યું બાદમાં વ્યાજના રૂપિયા ભરવા વધુ રૂપિયાની જરૂરત પડતા વિપુલભાઈ પાસેથી બીજા રૂ ૫ લાખ લીધા જેનું રોજનું ૮ હજાર વ્યાજ ચૂકવતો હતો અને એકાદ મહિનો વ્યાજ ચુકવ્યું હતું આશરે એકાદ મહિના બાદ વિપુલભાઈ પાસેથી લીધેલા રૂ ૨૦ લાખના વ્યાજની રકમ દરરોજનું રૂ ૫૫ હજાર વ્યાજ ચૂકવતો હતો અને ૨૫ દિવસ ચુકવ્યું હતું વ્યાજની રકમ વધુ હોવાથી વિપુલભાઈ પાસેથી બીજા રૂ ૪ લાખ લીધા હતા અને રોજનું રૂ ૧૨,૦૦૦ વ્યાજ ચૂકવતો હતો બાદમાં વ્યાજ ચુકવવા રૂ ૪,૫૦,૦૦૦ બે માસ પૂરતા લીધા હતા જેનું રોજનું રૂ ૧૨,૦૦૦ વ્યાજ ચૂકવતો હતો બે અઢી મહિના બાદ વિપુલભાઈ પાસેથી લીધેલ રૂપિયાનું વ્યાજ વધી જતા રૂ ૭ લાખ લીધા હતા અને વિપુલભાઈએ પહેલા રૂ ૫ લાખ અને બે ત્રણ દિવસ બાદ રૂ ૨ લાખ આપ્યા હતા રૂ ૭ લાખ છ માસ પૂરતા લીધા હતા આમ વિપુલભાઈ પાસેથી કુલ રૂ ૩૫,૫૦,૦૦૦ ધંધામાં રોકાણ માટે લીધા હતા વ્યાજની રકમ રોજના રૂ ૮૨,૦૦૦ લેખે ચૂકવતો હતો અને વ્યાજની રકમ ૧૯ દિવસ ચૂકવી બાદમાં રૂપિયા ના હોવાથી વિપુલભાઈને વ્યાજ ચૂકવવાનું બંધ કર્યું હતું થોડાક દિવસો બાદ વિપુલ્ભિયાએ દુકાને બોલાવી મને રૂપિયા ચૂકવી આપ કા મને તમારી પાસે જોડિયા તાલુકાના રસનાળ ગામે આવેલ નવ વીઘા જમીનનો દસ્તાવેજ મારા નામે કરી આપ નહિ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં તા. ૦૯-૦૯-૨૫ ના રોજ વિપુલભાઈએ ફોન કરી એપલ દવાખાના પાસે બોલાવ્યો હતો અને કિયા ગાડીમાં બેસાડી ડીસ્ટ્રીક બેંક પીઠડ જામનગર લઇ ગયો હતો અને બેંકમાં રૂ ૧,૩૩,૦૦૦ ચેકથી ભરેલ અને નોડીયુ સર્ટીફીકેટ કઢાવ્યું તા. ૧૧-૦૯-૨૫ ના રોજ જમીનનો દસ્તાવેજ વકીલ હિમાંશુ પોપટ પાસે સબ રજીસ્ટ્રાર તા. જોડિયા ખાતે કરાવ્યો હતો અને વિપુલભાઈએ રૂ ૭,૨૭,૦૦૦ નો કોટક મહિન્દ્રા બેંકનો ચેક જંત્રી મુજબ આપ્યો હતો જે ચેક હજી જમા થવા દીધો નથી વિપુલભાઈએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!