વેજલપુર હાઇવે રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે ગાય ના બચ્ચાનું મોત થતાં જીવદયાપ્રેમી દ્વારા અંતિમ સંસ્કાર કરાયા
તારીખ ૧૧/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામ સ્થિત ગોધરા વડોદરા હાઇવે રોડ પર અજાણ્યા વાહન ની ટક્કર થી ગાય માતાનું બચ્ચું અડફેટ માં આવી ગયું હતું જ્યાં ઘટના બની તે રોડ ઉપરથી જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલ કામ અર્થે નિકળેલ ત્યારે તરફડીયા મારતું હાલત માં ગાય માતા નું બચ્ચું નજરે ચડતા તુષારભાઈ પટેલ તાત્કાલિક ધોરણે ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઈન નો ટેલીફોનીક સંર્પક કરતા સંતોષકારક જવાબ ના મળતા તુષારભાઇ એ કોલ કાપી તરત એનિમલ ના ડોક્ટર નો સંપર્ક કરતા જ્યાં ચંદ મિનિટોમાં ગાય ના બચ્ચા એ સારવાર મળે તે પહેલા જ જીવ ઘુમાવી દીધો હતો.ત્યારે જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલ સાથે તેમની ટીમના સભ્યો દ્વારા ગાય માતા ના બચ્ચા ને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા અને ભારે જહેમતે ખાડો ખોદી વિધિ વત અંતિમ ક્રિયા ની કાર્ય વિંધી પૂર્ણ કરી હતી.સમગ્ર ઘટના લઇને જીવદયાપ્રેમી તુષારભાઇ પટેલે ગાય માતા ના બચ્ચા ના મોતના જવાબદાર લોકો સામે પગલાં ભરવાની માંગ કરી છે.