BANASKANTHATHARAD

થરાદમાં દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ ચાલક ફરાર

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.થરાદ-જેતડા રોડ પર મલુપુર પાટીયા પાસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રેટા ગાડી નંબર GJ-32-K-8444ની તપાસ
કરતા તેમાંથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે કુલ 1044 બોટલ દારૂ જપ્ત કર્યો છે, જેની કિંમત રૂ. 5,13,216 છે. આ ઉપરાંત રૂ. 5 લાખની કિંમતની ક્રેટા કાર અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. 10,13,216નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.રેઇડ દરમિયાન ક્રેટા ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. થરાદ પોલીસ સ્ટેશનમાં ફરાર થયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી સરહદી રેન્જ ભુજ-કચ્છની સાયબર ક્રાઇમ પોલીસે અમલમાં મૂકી હતી.

Back to top button
error: Content is protected !!