પાલનપુરની એન.પી પટેલ આર્ટ્સ કૉલેજના એન.એસ.એસ વિભાગ અંતર્ગત સુઇગામ તાલુકામાં થયેલી અતિવૃષ્ટિ સંદર્ભે ભરડવા ગામમાં ‘સ્વચ્છતા અભિયાન

21 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરની એન.પી પટેલ આર્ટ્સ કૉલેજના એન.એસ.એસ વિભાગ અંતર્ગત સુઇગામ તાલુકામાં થયેલી અતિવૃષ્ટિ સંદર્ભે ભરડવા ગામમાં ‘સ્વચ્છતા અભિયાન’તાજેતરમાં સુઇગામ તાલુકામાં થયેલ અતિવૃષ્ટિ સંદર્ભે ભરડવા ગામનાં ગ્રામજનોને કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આવી પરિસ્થિતિમાં શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટસ કૉલેજના એન.એસ.એસ વિભાગના 50 સ્વયંસેવક વિદ્યાર્થીઓએ તારીખ 18મી, સપ્ટેમ્બર 2025ના રોજ સ્વયંપ્રેરિત રીતે ભરડવા ગામે જઈને સફાઈ અભિયાન ચલાવ્યું હતું.વિદ્યાર્થીઓએ ગામની શેરીઓ, ઘરોના આસપાસ તથા જાહેર સ્થળોની સાફસફાઈ કરીને રોગચાળો ન ફેલાય એ માટે વિવિધ દવાઓનો છંટકાવ કરી આરોગ્યપ્રદ વાતાવરણ સર્જવાનો પ્રયત્ન કર્યો હતો. આ કાર્ય દ્વારા વિદ્યાર્થીઓએ માત્ર સેવા ભાવ જ નહીં, પરંતુ સામાજિક જવાબદારીનું અનોખું દૃષ્ટાંત પણ પૂરું પાડ્યું છે.આ સેવાના કાર્યમાં ડેરીના મંત્રી કરમણભાઈ, પી.એચ.સી સેન્ટરના ભરતભાઈ, પ્રાથમિક શાળાના આચાર્ય વેરશીભાઈ તથા ગામના બીજા અનેક લોકોનો સહયોગ મળ્યો હતો. તેમના સહયોગ થકી જ સફાઈ અભિયાન અમે સફળતાપૂર્વક કરી શક્યા હતા. આ પ્રસંગે ગામના અગ્રણીઓએ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી અને જણાવ્યું કે, “આવી પ્રવૃત્તિઓથી યુવાપેઢીમાં સામાજિક જાગૃતિ, સહકાર ભાવના અને જવાબદારીની ભાવના વિકસે છે.”આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ.મનીષાબેન કે. પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ.કાર્તિકભાઈ મકવાણાએ કર્યું હતુ.







