MORBI:મોરબી હિન્દુ સંગઠનો ટીમે કતલખાને લઇ જવાતા ઘેટાં બકરાંને બચાવી લીધા
MORBI:મોરબી હિન્દુ સંગઠનો ટીમે કતલખાને લઇ જવાતા ઘેટાં બકરાંને બચાવી લીધા
મોરબી: તારીખ- 1/6/2025 રવિવારના રોજ મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને બાતમી મળેલ કે, કચ્છ બાજુથી રાજકોટ બાજુ મોટા પ્રમાણમાં એક તુફાન ક્રુઝરમાં જીવ કતલખાને લઈ જતા હોય એવી ચોક્કસ બાતમીના આધારે મોરબી બાયપાસ રવિરાજ ચોકડીએ વોચ રાખીને ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વોચમાં બેઠા હતા ત્યારે જીવ ભરીને ક્રુઝર ગાડી ફોરવીલ જેના નંબર GJ-03-Z-9921ની મળેલ બાતમી મુજબ ગાડી તુફાન ક્રુઝર આવતા તે ગાડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં રવિરાજ ચોકડી રોકીને તેમાં ચેક કરતા ઘેટા બકરા જીવ નંગ 26ને કુર્તા પૂર્વક સીટો કાઢીને કાચમાં પડદા મારીને ટૂંકા દોરડાથી હલીચલીના શકે એવી રીતે કતલખાને જતા હોય. આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે રાજકોટ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. તે 26 જીવોને અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને મોરબી પોલીસના સહયોગથી જીવોને બચાવી લેવામાં આવ્યા હતા, બચાવીને ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એ ફાયર કરાવીને મોરબી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા.