MORBI મોરબી કંડલા – નવલખી બંદર ૧૩ કિ.મી. સમુદ્ સેત બનાવવા બાંધકામ મંજુર કરવા રેલ્વે મંત્રીને રજૂઆત
MORBI મોરબી કંડલા – નવલખી બંદર ૧૩ કિ.મી. સમુદ્ સેત બનાવવા બાંધકામ મંજુર કરવા રેલ્વે મંત્રીને રજૂઆત
ગુજરાત રાજય મેઈન પોર્ટ કંડલાથી સમુદ્ર માર્ગ મોરબી જીલ્લા નવલખી બંદર રોડ હાઈવેથી ૧૦૦ કિ.મી. વધારે થાય છે. કંડલા નવલખી સમુદ્ર સેતુ બનાવવામાં આવે તો તેનાં ઘણા કિલો મીટર અંતર ઘટી જાય છે તેમજ ટ્રક ટેન્કર ટ્રેલર જેવા કોન્શીયલ વાહન ૩૦ લીટર વધુ ડીઝલ ફાયદો થાય અને ડીઝલનો બચાવ થાય, એક ટ્રીપમાં આજ હરીફાઈના સમયમાં દરેક વાહન વાળાને રૂા. ૬,૦૦૦/- રૂપિયાનો ફાયદો થાય તેમ છે, આજ વાહન ધ્વારા હાઈવે ઉપર ફરતાં હોવાના કારણે કરોડો રૂપિયાનું આંધણ થઈ રહયુ છે તે આના કારણે અટકી જશે.
આ કંડલા-નવલખી સમુદ્ સેતુ બનશે તો અનેક વાહનો તેમજ મુસાફરીમાં સમય પણ બચી જશે અને અનેક બચત લાભ થશે. રાજય સરકારને પણ આવક વધુ અને ફાયદાઓ થશે સાથે કચ્છ અઅને મોરબી જીલ્લાના વિકાસ ધ્વાર ખુલશે. તેમજ દરેક પોર્ટ ઉપર વિદેશી માલ મંગાવવા મોંઘા ક્રુડ ઓઈલ બીલમાં અબજો રૂપિયાનો લાભ થશે. કંડલા નવલખી દરીયા માર્ગે આપની કક્ષાએથી તાત્કાલીક સર્વે કરાવી માત્ર ૧૩ કિ.મી. લાંબો કંડલા-નવલખી સમુદ્ સેતુ રાજય હીત, દેશ હીતમાં તાત્કાલીક મંજુર કરવા અશ્વિની કુમાર વૈષ્ણવ રેલ્વે મંત્રીને અમારી માંગણી અને લાગણી સાથે રમેશ ભાઈ રબારી દ્વારા લેખિતમાં રજૂઆત કરી છે