GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી અન્વયે ખેડુતોને રજીસ્ટ્રેશન માટેની તારીખ લંબાવાઈ

MORBI:મોરબી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી અન્વયે ખેડુતોને રજીસ્ટ્રેશન માટેની તારીખ લંબાવાઈ

 

 

સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવ્યું છે. જે અન્વયે મોરબી જિલ્લામાં ખેડૂતોને ૧૫/૦૯/૨૦૨૫ સુધીમાં રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવ્યું હતું. જે તારીખ લંબાવી ૨૨/૦૯/૨૦૨૫ કરવામાં આવી છે.ખેડુતોને તેઓની ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારએ વર્ષ: ૨૦૨૫-૨૬ના ખરીફ પાકો મગફળી માટે રૂ.૭૨૬૩, મગ માટે રૂ.૮૭૬૮, અડદ માટે રૂ.૭૮૦૦ તથા સોયાબીન માટે રૂ.૫૩૨૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કર્યા છે. બજારમાં જે તે જણસીઓના બજાર ભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારશ્રીની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકારશ્રી મારફત કરવામાં આવ્યું છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.૧૫-૦૯-૨૦૨૫ સુધીખેડૂતોની નોંધણી કરવા ખેડુત જાતે અથવા ગ્રામ્ય કક્ષાએઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE)મારફતે તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત કરવા જણાવવામાં આવ્યું હતું, જે બાબતે મળેલ મંજુરી અન્વયે તારીખ.૨૨/૦૯/૨૦૨૫ સુધી ઓનલાઇન નોંધણી લંબાવવામાં આવી છે જેનો મોરબી જિલ્લાના ખેડૂતોએ લાભ લેવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!