GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પુષ્ટિમાર્ગીય હવેલી કાલોલમાં આજથી હિંડોળા દર્શનનો પ્રારંભ

 

તારીખ ૨૩/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પુષ્ટિમાર્ગીય હવેલી કાલોલ ખાતે આજથી હિંડોળા ઉત્સવનો પ્રારંભે સ્થાનિક વૈષ્ણવ સમાજ ઉત્સાહિત થયો છે. હિંડોળા ઉત્સવના આજના પ્રથમ દિને નિકુંજનાયક શ્રી ગોવર્ધનધર પ્રભુને શયન દર્શનમાં સુરંગ હિંડોળા લાલ ઘટામાં જેવા વિશેષ મનોરથ રૂપે હિંડોળે ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે હિંડોળા દર્શન અને નિજ પ્રભુની ઝાંખી માત્રથી મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક વૈષ્ણવ સમાજે ધન્યતા અનુભવી હતી.પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં સદીઓથી ચાલી રહેલી પરંપરાઓ મુજબ પ્રતિ વર્ષ આષાઢ વદ ૧ થી શ્રાવણ વદ ૪ સુધી શ્રી ગોવર્ધન પ્રભુને હિંડોળે ઝુલાવવામાં આવે છે.ચાલુ વર્ષે કાલોલ વૈષ્ણવ સમાજ અને ખાસ કરીને મંદિર વ્યસ્થાપન મંડળ દ્વારા વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો.૧૦૮ શ્રી અભિષેક કુમારજી મહારાજશ્રી તથા યુવા વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીની પ્રેરક નિશ્રામાં શ્રી પ્રભુને વિવિધ મનોરથોના ઉપલક્ષમાં હિંડોળે ઝુલાવવામાં આવશે.હિંડોળા ઉત્સવ અન્વયે આગામી દિવસોમાં શ્રી પ્રભુને વિવિધ ઘટાઓ સમેત લીલા સૂકા મેવા, હરિયાળા પાન,ખારેક, કાચ, એલચી, તિંડોલા અને પવિત્રા સાથે અન્ય ઘણી બધી કૃતીઓથી સજાવેલ હિંડોળે ઝુલાવવામાં આવશે.

Back to top button
error: Content is protected !!