MORBI:મોરબી લક્કી ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિતે નિશુલ્ક ચકલીના માળાનું વિતરણ કરાશે!
MORBI:મોરબી લક્કી ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિતે નિશુલ્ક ચકલીના માળાનું વિતરણ કરાશે!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુક્યો છે અને ઉનાળાના આકરા તાપમાં પક્ષીઓ પરેશાન થતા હોય છે ત્યારે મોરબીનું લક્કી ગ્રુપ લાંબા સમયથી ચકલી બચાવો અભિયાન ચલાવી રહ્યું છે જે અંતર્ગત તારીખ ૨૦ માર્ચ ના રોજ ચકલી દિવસે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે.
મોરબીમાં લક્કી ગ્રુપ દ્વારા તારીખ ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ નિમિતે સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠે મોરબી ખાતે નિશુલ્ક ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે તેમજ ચકલીના માળા આખું વર્ષ ફ્રીમાં મેળવવા માટે ગોપાલ સોસાયટી, ગોમતી નિવાસ, દ્રષ્ટિ ઓપ્ટીકલ મોરબી-૨ ખાતે સંપર્ક કરવો કાર્યક્રમને સફળ બનાવવા મોહિતભાઈ એમ. ઘોડાસરા, ગજેન્દ્રસિંહ વી રાઠોડ અને જયપાલસિંહ જે જાદવ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.