GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગર પાલિકાની ઓફિસ ટીમ દ્વારા ઝોન નં. 2ની વિઝિટ કરવામાં આવી

MORBI:મોરબી મહાનગર પાલિકાની ઓફિસ ટીમ દ્વારા ઝોન નં. 2ની વિઝિટ કરવામાં આવી

 

 

તા. ૨૩/૦૬/૨૦૨૫ના રોજ મોરબી મહાનગર પાલિકાની ઓફિસ ટીમ દ્વારા ઝોન નં. મની વિઝિટ કરવામાં આવેલ. જેમાં SWIM શાખાની સફાઈ કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવેલ તથા ડોર ટુ ડોરના વિવિધ વાહનો તથા કલેક્શનની કામગીરી તેમજ લુવાનાપરા, કબીર ટેકરી, રામ ચોક, ગુરુ દાતાત્રેય મંદિર પાસે તથા આલાપ પાકી પાસે આવેલ નાલાની વિઝિટ કરવામાં આવેલ તથા વિસ્તારમાં નાબૂદ થયેલ GVP પોઈન્ટ તરીકે ભવાની ચોક, શુભ ટાવર વગેરે સ્થળની વિઝિટ કરેલ હતી.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તા. ૧૭/૦૬/૨૦૨૫ થી ૨૩/૦૬/૨૦૨૫ દ્વારા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં રૂ.૧૮૦૦૦/- તથા ગંદકી કરતાં ૪૩ આસામી પાસેથી રૂ.૮૪૫૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ.

૧૭/૬/૨૫ થી ૨૩/૬/૨૫ દરમિયાન સોલીડ વેસ્ટમેનેજમેન્ટ શાખા દ્વારા આલાપ રોડ, આસ્વાદ પાન, અંબિકાનું નાલુ, કુળદેવી પાન પાસે નાલા સફાઈ કામગીરી કરવામાં આવેલ.

તા- ૨૫/૬/૨૦૨૫ ના રોજ માન.કમિશ્નરશ્રી ના હસ્તેસફાઈ કર્મચારી ને પ્રોત્સાહિત કરવા એપ્રિલ અને મે મહિના ના બેસ્ટ સફાઇ કર્મચારી ઓફ ધ મન્થ તરીકે શ્રી રેખાબેન સુરેશભાઈ મકવાણા તથા શ્રી કચનબેન લાલજીભાઈ પરમાર ને પ્રમાણપત્ર તથા રૂ ૧૦,૦૦૦ નાં ચેક આપવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!