MORBI:મોરબીના શ્રીમતી ડી.જે. પટેલ કન્યા છાત્રાલય ખાતે આઈફોસ્ટર.ચશ્મા ઘરની ટીમ દ્વારા દ્વારા નિઃશુલ્ક દ્રષ્ટિ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન

MORBI:મોરબીના શ્રીમતી ડી.જે. પટેલ કન્યા છાત્રાલય ખાતે આઈફોસ્ટર.ચશ્મા ઘરની ટીમ દ્વારા દ્વારા નિઃશુલ્ક દ્રષ્ટિ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન
મોરબીના શ્રીમતી ડી.જે. પટેલ કન્યા છાત્રાલય ખાતે કન્યાઓના સર્વાંગી વિકાસ અને દ્રષ્ટિ સંરક્ષણના આશયથી, તેમજ પ્રિન્સિપાલ શ્રી નીતાબેન મેરજાના માર્ગદર્શન તથા તમામ શિક્ષકગણની સહકારથી , Eyefoster.com કંપનીના રવાપર રોડ પર આવેલા ચશ્મા ઘરની ટીમ દ્વારા નિઃશુલ્ક દ્રષ્ટિ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ 24/06/2025ના રોજ શરુ થશે, જેમાં વિદ્યાર્થિનીઓના આંખોના નંબર સહિતની વિગતવાર તપાસ કરવામાં આવશે.
કેમ્પના મુખ્ય હેતુઓ:કન્યાઓના દ્રષ્ટિ સ્વાસ્થ્યમાં સુધારો લાવવો સ્કૂલ અને કોલેજ લેવલે વાંચન દરમિયાન થતી આંખોની તકલીફ દૂર કરવી સમયસર દ્રષ્ટિ નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવું સશક્ત અને આરોગ્યદાયક ભવિષ્ય માટે કન્યાઓને દ્રષ્ટિ પરિચર્યા વિશે જાગૃત કરવી
સ્થળ: શ્રીમતી ડી.જે. પટેલ કન્યા છાત્રાલય, મોરબી
તારીખ: 24 જૂન, 2025 સહયોગી સંસ્થા: Eyefoster.com – ચશ્મા ઘર, રવાપર રોડ, મોરબી
તમામ વિદ્યાર્થીનીઓને વિનંતી છે કે આ આરોગ્યવર્ધક અભિયાનનો પૂરો લાભ લેવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ છે






