Rajkot: વિચરતી-વિમુક્ત જાતિના મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે “સમાજ શિક્ષણ શિબિર”નું આયોજન કરાયું

તા.૨/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિની કચેરી દ્વારા તા.૩૧ ઓગસ્ટના રોજ રાજકોટના બહુમાળી ભવન-૨ના કોન્ફરન્સ હોલ ખાતે વિચરતી-વિમુક્ત જાતિના મુક્તિ દિવસની ઉજવણી “સમાજ શિક્ષણ શિબિર” યોજીને કરાઈ હતી.
સરકારશ્રીની વિચરતી-વિમુક્ત જાતિના લોકો માટે બાલ વાટીકાથી વિદેશ અભ્યાસ લોન સુધીની શિષ્યવૃત્તિ યોજનાઓ, કુંવરબાઈનું મામેરૂ, જાતિ પ્રમાણપત્રો, આવાસ, સહિતની યોજનાઓની માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી ડી.એ.પીપરીયાએ ઉપસ્થિત સર્વેને આપી હતી. તેમજ વિચરતી વિમુક્ત જાતિ વિકાસ નિગમની સ્વરોજગાર લક્ષી લોન તેમજ શૈક્ષણિક અભ્યાસ લોન અંગેની પણ માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં કુંરિવાજો અને અંધશ્રધ્ધાઓ દુર કરવા, શિક્ષણ, લોકોને એક જગ્યાએ કાયમી સ્થાયી થવા વગેરે બાબતોમાં જાગૃતિ લાવવા માટે અપીલ કરવામાં આવી હતી. પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાના બીજા હપ્તાના લાભાર્થીઓને હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. વિચરતી-વિમુક્ત જાતિના આગેવાનશ્રીઓ અને લાભાર્થીઓનું નાયબ નિયામકશ્રીનું શબ્દોથી સ્વાગત શ્રી એન.એસ.પરમાર દ્વારા કરવામા આવ્યું હતું. ત્યાર બાદ વિચરતી-વિમુક્ત જાતિના આગેવાનશ્રીઓને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. અને કાર્યક્રમની આભાર વિધિ નાયબ નિયામકશ્રી ડી.એ.પીપરીયાએ કરી હતી.
વિચરતી- વિમુક્ત જાતિના પધારેલ આગેવાનો સર્વે શ્રી બાબુભાઈ માટિયા, શ્રી સુરેશભાઈ પરમાર, શ્રી કાંતિભાઈ પરમાર, શ્રી રમેશભાઈ ચુડાસમા, શ્રી ગોપાલભાઈ રાવળ, શ્રી કનુભાઈ નબજાણીયા, વિચરતી સમુદાય મંચના પ્રતિનિધિ શ્રી નરેશભાઈ સમેચા, શ્રી નરેશભાઈ થાનિયા, વિચરતી-વિમુક્ત જાતિના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




