RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભારે વરસાદથી પૂર સહિતની સંભવિત આપાતકાલીન સ્થિતિ સામે જિલ્લા ડિઝાસ્ટર તંત્ર સંસાધનોથી સજ્જ

તા.૭/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સેટેલાઇટ ફોન, વોકીટોકી, રેસ્ક્યુ બોટ સહિતના સાધનો

દરેક તાલુકામાં દોરડા, લાઈફ જેકેટ, જનરેટર સેટ સહિતના સંસાધનો તૈયાર રખાયા

Rajkot: ચોમાસામાં ભારે વરસાદમાં પૂર સહિતની સંભવિત આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ, જિલ્લા ડિઝાસ્ટર તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ બન્યું છે.

રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના પરિણામે ગ્રામીણ, અંતરિયાળ વિસ્તારોમાં પાણી ભરાવું, નદી-નાળા છલકાવા, કોઝવે પરથી પાણી વહેવું જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી સંભાવના રહેલી છે. આ સંજોગોમાં અસરગ્રસ્ત લોકોના આગોતરા સ્થળાંતર તેમજ આકસ્મિક સ્થિતિમાં પોલીસ, એસ.ડીઆર.એફ.ના જવાનો, ફાયર વિભાગ, ૧૦૮ ઈમરજન્સી સહિત વિવિધ બચાવ ટુકડી સારી રીતે કામ કરી શકે તે માટે ડિઝાસ્ટર વિભાગ દ્વારા રાહત-બચાવ સંસાધનો જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.

જિલ્લા ડિઝાસ્ટર તંત્ર તરફથી મળતી વિગતો મુજબ, જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કમ્યુનિકેશન માટે એક સેટેલાઈટ ફોન, ૬ રેડિયો વોકીટોકી, ૪ જી.પી.એસ. સેટ, ૪ નેવિગેશન લાઈટ ઉપલબ્ધ છે. જયારે રેસ્ક્યુ માટે ૪૦ હોર્સ પવારની એક બોટ, વુડ કટિંગ માટે ૪ ચેઇન શો મશીન, ૩ ટૂલકીટ સાધનો ઉપરાંત અસરગ્રસ્ત લોકો માટે ૬ સ્ટ્રેચર સહિતની સાધન સામગ્રી સાથે રક્ષક દળ ઉપલબ્ધ છે.

દરેક તાલુકાઓમાં પણ સંભવિત વરસાદી આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા મામલતદાર કચેરીઓ સુસસજ છે. ધોરાજી તાલુકામાં ૨૦૦ ફૂટ લાંબા ૪ અને ૧૦૦ ફૂટના બે મળી ૬ દોરડાનો સેટ, એક જનરેટર સેટ, ગોંડલ તાલુકામાં ૧૨ દોરડાનો સેટ, ૬૦ લાઈફ જેકેટ તેમજ એક જનરેટર સેટ, ઉપલેટા તાલુકામાં ૧૨ દોરડાનો સેટ, ૬૦ લાઈફ જેકેટ તેમજ એક જનરેટર સેટ, જસદણ તાલુકામાં ૧૨ દોરડાનો સેટ, ૬૦ લાઈફ જેકેટ તેમજ એક જનરેટર સેટ તૈયાર રાખવામાં આવ્યા છે.

જેતપુર તાલુકામાં ૧૨ દોરડાનો સેટ, ૧૫૦ લાઈફ જેકેટ તેમજ એક જનરેટર સેટ, કોટડાસાંગાણી તાલુકામાં ૪ દોરડાનો સેટ, ૨૦ લાઈફ જેકેટ તેમજ એક જનરેટર સેટ, લોધીકા તાલુકામાં ૪ દોરડાનો સેટ, ૨૦ લાઈફ જેકેટ તેમજ એક જનરેટર સેટ અલગથી તૈયાર રખાયા છે.

જામકંડોરણા તાલુકામાં ૪ દોરડાનો સેટ, ૫૦ લાઈફ જેકેટ તેમજ એક જનરેટર સેટ, પડધરી તાલુકામાં ૪ દોરડાનો સેટ, ૨૦ લાઈફ જેકેટ તેમજ એક જનરેટર સેટ, રાજકોટ સિટીમાં ૧૨ દોરડાનો સેટ, ૨૦ લાઈફ જેકેટ તેમજ એક જનરેટર સેટ અને રાજકોટ તાલુકામાં ૬૦ લાઈફ જેકેટ અને એક જનરેટર સેટ જરૂરિયાત મુજબ રાખવામાં આવ્યા છે. વધુમાં જેતપુરમાં ૧૦ અને જામકંડોરણા ખાતે ૨૦ લાઈફ બોયા પણ તૈયાર રખાયા છે.

મોસમ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લો ઓરેન્જ એલર્ટ પર હોઈ આગામી દિવસોમાં વરસાદનું જોર વધે તે સંજોગોમાં પૂરની સ્થિતિમાં બચાવ-રાહતની કામગીરી સારી રીતે થઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર રહી કોઈપણ ઇમર્જન્સીને પહોંચી વળવા સુસજ્જ છે.

Back to top button
error: Content is protected !!