MORBI:મોરબી મનપા કમિશ્નર દ્વારા ક્લસ્ટર રની મુલાકાત લઈ સફાઈ કર્મચારીઓની હાજરી તથા વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરીનું નિરીક્ષણ કર્યું

MORBI:મોરબી મનપા કમિશ્નર દ્વારા ક્લસ્ટર રની મુલાકાત લઈ સફાઈ કર્મચારીઓની હાજરી તથા વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરીનું નિરીક્ષણ કર્યું
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે એ તા. ૨૭ ઓક્ટો.૨૦૨૫ના રોજ ક્લસ્ટર રની મુલાકાત લઈ સફાઈ કર્મચારીઓની હાજરી તથા વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બીજી તરફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અઠવાડિક ખાસ સફાઈ ઝુંબેશ પણ હાથ ધરાઈ હતી.
તા. ૨૭ ઓક્ટોબરના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા ક્લસ્ટર રની વિઝીટ કરવામાં આવી હતી. આ દરમિયાન કમિશ્નરે ક્લસ્ટર રમાં કાર્યરત સફાઈ કર્મચારીઓની હાજરીની ચકાસણી કરી હતી. વિઝીટ દરમિયાન અમરેલી ગામ, રામદેવપીર મંદિર સામે, ચારબાય મંદિર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, વિજયનગર તથા આસ્વાદ પાન પાસે આવેલ જીવીપી પોઈન્ટની પણ મુલાકાત લેવામાં આવી હતી. સાથે સાથે કમિશ્નરે શાંતિવન સ્કૂલની મુલાકાત લઈ ડોર ટુ ડોર કચરા સંગ્રહની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ઇન્દિરાનગર, ગાંધી સોસાયટી તથા આલાપ પાર્ક સોસાયટી વિસ્તારના નાળાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં દર મંગળવારે અઠવાડિક ખાસ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવતું હોય છે, જે અંતર્ગત નવલખી ફાટક, વિજયનગર, સર્કિટ હાઉસથી મહેન્દ્રનગર, ત્રાજપર ચોકડી, ભડીયાદ મેઈન રોડ, સ્વચ્છતા રોડ, મચ્છુ માતાજી રેલીંગ, નરસંગ ટેકરીથી રવાપર ચોકડી, તુલસી પાર્ક મેઈન રોડ તથા લીલાપર ચોકડીથી રફાળેશ્વર પુલ સુધી વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.










