MORBI મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા મુખ્ય રસ્તાઓની વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરી
MORBI મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા મુખ્ય રસ્તાઓની વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરી
મોરબી : દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા મુખ્ય રસ્તાઓની વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં નહેરુ ગેટથી દરબારગઢ, મચ્છુ માતાજીના મંદિરથી રામઘાટ, નહેરુગેટથી એવન્યુ પાર્ક નાલા સુધી, મણિમંદિરથી બેઠાપુલ તથા પાવર હાઉસ રોડથી અરુણોદય સર્કલ સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
સફાઈ ઝુંબેશમાં 161 સફાઈ કર્મચારી, 6 ટ્રેક્ટર તથા 55 હાથલારી દ્વારા અંદાજિત 13 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ક્લસ્ટર નંબર 1ની વિઝીટ કરવામાં આવી હતી. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાકાના ક્લસ્ટર નંબર 1ના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. તથા સુમિતનાથ સોસાયટી, પંચાસર રોડ સંજરી પાર્ક પાસે આવેલ GVP પોઈન્ટ, વાવડી રોડ પર આવેલ પોકેટ ગાર્ડન તથા હોકર્સ ઝોનની વિઝીટ કરવામાં આવી હતી. મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ સુમતિનાથ સોસાયટી, માધવ પાર્ક, રામપાર્ક, અને ભક્તિનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ન પહોંચવાની વ્યાપક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના પગલે, મહાપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પીવાના પાણીની મેઈન લાઈનમાં જમા થયેલા કચરાની સફાઈ કરાવી પાણીનો પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. મનપા દ્વારા આ વિસ્તારમાં પીવાના પાણી માટે DI (ડક્ટાઇલ આયર્ન) પાઇપલાઇન નેટવર્ક નાખવા માટેનો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે. વોટર વર્કસ શાખાએ જણાવ્યું છે કે, સરકાર તરફથી આ પ્રોજેક્ટની મંજૂરી મળ્યેથી આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે, જેનાથી આ વિસ્તારોનો પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે દૂર કરી શકાશે.