NATIONAL

ટોલ પ્લાઝા પર નકલી સોફ્ટવેર અપલોડ કરી કરોડો રૂપિયાનું કૌભાંડ

દેશભરમાં 200 થી વધારે ટોલ પ્લાઝા પર સોફ્ટવેર દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ આચરનારા ત્રણ લોકોની STF ના વારાણસી અને લખનૌ યુનિટે ધરપકડ કરી છે. મિર્ઝાપુરના લાલગંજ સ્થિત અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડા પાડી આ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આરોપીએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ પ્રકારનું કૌભાંડ આચરી NHAI ને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, મુખ્ય આરોપી આલોક કુમાર સિંહે MCA નો અભ્યાસ કર્યો છે અને તેને સોફ્ટવેર બનાવવાની સંપૂર્ણ જાણકારી છે. તેણે એક સોફ્ટવેર તૈયાર કર્યું હતું, જે ટોલ પ્લાઝાના કોમ્પ્યુટર સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરી દેવાયું હતું. આ સોફ્ટવેર ફાસ્ટ ટેગ રહિત વાહનો પાસેથી વસુલવામાં આવતાં બમણાં ટોલ ટેક્સને NHAI સિસ્ટમથી અલગ કરી દેતું હતું.

STF અનુસાર, આરોપીઓએ આ સોફ્ટવેરને 42 ટોલ પ્લાઝા પર ઇન્સ્ટોલ કર્યું હતું. આલોક કુમાર સિંહે જણાવ્યું કે, તેણે આ કૌભાંડ ટોલ પ્લાઝાના માલિકો અને મેનેજરની મદદથી આચર્યું હતું. આ કૌભાંડ દ્વારા હાંસલ કરવામાં આવેલી રકમને ટોલ કર્મી અને પોતાના સાથીઓ વચ્ચે વહેંચવામાં આવતી હતી.

સમગ્ર કૌભાંડમાં વારાણસીનો રહેવાસી આલોક સિંહ, મધ્ય પ્રદેશનો રહેવાસી મનીષ મિશ્રા, પ્રયાગરાજનો રહેવાસી રાજીવ કુમાર મિશ્ર સામેલ હતો. હાલ, આ તમામની સામે મિર્ઝાપુરના લાલગંજના પોલીસ સ્ટેશનમાં BNS ની ધારા 316(2), 319(2), 318(4), 338, 336(3), 340(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના બે લેપટોપ, એક પ્રિન્ટર, પાંચ મોબાઈલ ફોન અને એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઉપરોક્ત ટોલ પ્લાઝા પર કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું 

નંબર ટોલ પ્લાઝા સ્થાન
1 હરો ટોલ પ્લાઝા પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ
2 મુંગારી ટોલ પ્લાઝા પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ
3 ઉમાપુર ટોલ પ્લાઝા પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ
4 અન્દી ટોલ પ્લાઝા આઝમગઢ, ઉત્તર પ્રદેશ (એ.કે. સીસી. કંપની)
5 બાગપત ટોલ પ્લાઝા બાગપત, ઉત્તર પ્રદેશ (એ.કે. સીસી. કંપની)
6 ફરીદપુર ટોલ પ્લાઝા બરેલી, ઉત્તરપ્રદેશ
7 પત્નીપ્રતાપપુર ટોલ પ્લાઝા શામલી, ઉત્તર પ્રદેશ
8 અતરૈલા શિવ ગુલામ ટોલ પ્લાઝા મિરઝાપુર, ઉત્તર પ્રદેશ
9 નૈનસાર ટોલ પ્લાઝા ગોરખપુર, ઉત્તર પ્રદેશ
10 ચિકલી ટોલ પ્લાઝા ગોરખપુર, ઉત્તર પ્રદેશ
11 ઝંગબાની ટોલ પ્લાઝા મધ્ય પ્રદેશ
12 મોહતારા ટોલ પ્લાઝા મધ્ય પ્રદેશ (એ.કે. સીસી. કંપની)
13 શાલીબાડા ટોલ પ્લાઝા મધ્ય પ્રદેશ
14 શહડોલ ટોલ પ્લાઝા મધ્ય પ્રદેશ
15 ગહરા ટોલ પ્લાઝા મધ્ય પ્રદેશ
16 ફુલૈરા ટોલ પ્લાઝા જયપુર રાજસ્થાન
17 કાદીશહના ટોલ પ્લાઝા રાજસ્થાન (એ.કે. સીસી. કંપની)
18 શાહપુર ટોલ પ્લાઝા રાજસ્થાન
19 શાઉલી ટોલ પ્લાઝા રાજસ્થાન (કંપની એનુવેઝન)
20 મદનપુર ટોલ પ્લાઝા આસામ (કંપની, આર.કે જૈન)
21 બાલાચેરા ટોલ પ્લાઝા આસામ
22 ભોજપુરી ટોલ પ્લાઝા છત્તીસગઢ (એ.કે. સીસી. કંપની)
23 મહરાજપુર ટોલ પ્લાઝા છત્તીસગઢ
24 મુદિયાપારા ટોલ પ્લાઝા છત્તીસગઢ
25 કુમ્હારી ટોલ પ્લાઝા દૂર્ગ, છત્તીસગઢ
26 વન ટોલ પ્લાઝા જમ્મૂ
27 દશરખેડ ટોલ પ્લાઝા મહારાષ્ટ્ર
28 ખાની વડે ટોલ પ્લાઝા મહારાષ્ટ્ર
29 મોખા ટોલ પ્લાઝા ગુજરાત, (એ.કે. સીસી. કંપની)
30 રોહિસા ટોલ પ્લાઝા ગુજરાત, (એ.કે. સીસી. કંપની)
31 ઓખા મંડી ટોલ પ્લાઝા ગુજરાત
32 કુવાડી ટોલ પ્લાઝા ગુજરાત
33 નવસારી ટોલ પ્લાઝા ઝારખંડ
34 તરૂપ ટોલ પ્લાઝા ઝારખંડ (એ.કે. સીસી. કંપની)
35 તંડ બલીધા ટોલ પ્લાઝા (એ.કે. સીસી. કંપની)
36 ધુલાલ ટોલ પ્લાઝા પંજાબ
37 ઝિધા ટોલ પ્લાઝા પંજાબ
38 ગોબારી ટોલ પ્લાઝા પશ્ચિમ બંગાળ
39 પશ્ચિમ મદાતી ટોલ પ્લાઝા પશ્ચિમ બંગાળ
40 કદલી ગઢ ટોલ પ્લાઝા ઓડીશા
41 સનવારા ટોલ પ્લાઝા હિમાચલ પ્રદેશ
42 જનગાંવ ટોલ પ્લાઝા તેલંગાણા

Back to top button
error: Content is protected !!