GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અન્વયે આયોજિત સ્વદેશી મેળો ખુલ્લો મુકાયો

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અન્વયે આયોજિત સ્વદેશી મેળો ખુલ્લો મુકાયો; ૬૦ સ્ટોલ સાથે સ્થાનિક કારીગરો માટે થયું રોજગારીનું સર્જન

 

 

વોકલ ફોર લોકલની નેમ સાથે મેળામાં કાષ્ઠકલા, માટીકલા સહિત હસ્તકલા કારીગરીની વસ્તુઓ, ભાત ભાતના વસ્ત્રો તથા ખાખરા,ચેવડા જેવી ખાદ્ય સામગ્રીનું વેચાણ-પ્રદર્શન


દિવાળીના પર્વે સ્થાનિક કારીગરોને રોજગારી મળી રહે તે માટે સ્વદેશી મેળાનો વધુને વધુ લાભ લેવા મોરબી વાસીઓને મહાનગરપાલિકાની અપીલ

વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વોકલ ફોર લોકલની નેમ સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા ૦૯ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન મોરબી શહેરમાં એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળા(Shopping Festival)નું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રદર્શન-વેચાણ મેળાને આજે કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી અને મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

વિકાસ સપ્તાહ અંતર્ગત દિવાળીના પર્વ પર સ્થાનિક ઉદ્યોગકારો અને હસ્તકલાના કારીગરોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તેવા હેતુથી સ્વદેશીની થીમ સાથે આયોજિત ૧૦ દિવસીય મેળામાં વેચાણ-પ્રદર્શન માટે ૫૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત ખાણીપીણી માટેના જુદા ૧૦ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્ટોલ પર સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો દ્વારા ગૃહ સુશોભન માટે તોરણ, ટોડલીયા, દીવડા વગેરે વસ્તુઓ, ઘરે બનાવેલ સાબુ, શેમ્પૂ અને કોસ્મેટીક્સની સામગ્રી, ચેવડો, ખાખરા, ચટણી વગેરે જેવી અનેક ખાદ્ય સામગ્રી, સાડી, ચણિયાચોળી, ઓઢણી અને ડ્રેસ મટીરીયલ જેવા વિવિધ ભાત ભાતના વસ્ત્રો તથા માટીકલા, કાષ્ઠકલા સહિત વિવિધ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

સ્થાનિક કારીગરો માટે રોજગારીનું રોજગારીનું સર્જન કરવા તથા તેમના દ્વારા બનાવવામાં આવતી કલાત્મક અને વધુ ટકાઉ અને ગુણવત્તાવાળી વસ્તુઓ લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તે માટે આયોજિત આ સ્વદેશી મેળાની વધુને વધુ લોકો મુલાકાત લે અને ખરીદી કરે તે માટે મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ મેળાને ખુલ્લો મુકતી વેળાએ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા અને સંજય સોની, ચીફ ફાયર ઓફિસરશ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, સખી મંડળની બહેનો અને મોરબી શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!