GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકામાં મલ્ટીપલ લોગઈન આઈ.ડી. મળતા જન્મ મરણ ના દાખલા કાઢવાની કામગીરી ઝડપી બની
MORBI:મોરબી મહાનગરપાલિકામાં મલ્ટીપલ લોગઈન આઈ.ડી. મળતા જન્મ મરણ ના દાખલા કાઢવાની કામગીરી ઝડપી બની
મોરબી મહાનગરપાલિકામા જન્મ-મરણ વિભાગમા હાલે મલ્ટીપલ લોગઈન આઈ.ડી. મળતા જન્મ મરણ ના દાખલા કાઢવાની કામગીરી ઝડપથી થઈ રહી છે. ગઈ કાલે આશરે ૧૨૦૦ જેટલા જન્મ મરણ ના દાખલા સિટી સિવિક સેન્ટર રેન બસેરા, મોરબી ખાતે કાઢવામાં આવ્યા છે. હવેથી સિટી સિવિક સેન્ટર, રેનબસેરા, મોરબી ખાતે દરરોજ સવારે ૯:૦૦ કલાકે ૨૦૦ ટોકન આપવામા આવશે જેથી લોકોએ વહેલી સવારે ટોકન લેવા માટે ન આવવા તથા કામગીરીયા સહકાર આપવા અપીલ કરવામા આવે છે. તેમજ ૪ લોગિન કાર્યરત થયેલ છે જેના કારણે હવેથી મોટી લાઈન અને તેવા પ્રશ્નો હાલે થતા નથી, આવા સંજોગો માં બીજા નવા લોગિન પણ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસેથી માંગવામાં આવેલ છે તે આવ્યેથી વ્યવસ્થા હજુ સરળ બનશે જેની સર્વે એ નોંધ લેવા જણાવવામાં આવે છે