MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શહેરી ફેરીયાઓને ખોરાક સલામતી અને પ્રાધિકરણ વિભાગ(FSSAI) ના માધ્યમ થી તાલીમ આપવામાં આવશે
MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શહેરી ફેરીયાઓને ખોરાક સલામતી અને પ્રાધિકરણ વિભાગ(FSSAI) ના માધ્યમ થી તાલીમ આપવામાં આવશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારની પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત શહેરી વિસ્તારના ખાણી-પીણી ની લારી ચલાવતા શહેરી ફેરિયાઓ માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા(FSSAI) વિભાગ દ્વારા તારીખ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ નારોજ એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદેશ્ય સ્ટ્રીટ ફૂડ શહેરી ફેરિયાઓ ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે તેવા વ્યવહાર માટે પ્રોત્સાહિત કરવાનો છે જેથી જાહેરમાં આરોગ્યમાં સુધારો થાય અને સ્ટ્રીટ ફૂડ પ્રત્યે ગ્રાહકોનો વિશ્વાસ વધારી શકાય આ તાલીમ દરમ્યાન તાલીમમાં ભાગ લેનાર પ્રત્યેક સ્ટ્રીટ ફૂડ શહેરી ફેરિયાઓને FSSAI દ્વારા કીટ તથા તાલીમ અંગેનું પ્રમાણ પત્ર આપવામાં આવશે તાલીમ બાદ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ સ્ટ્રીટ ફૂડ શહેરી ફેરિયાઓને આ તાલીમમાં જોડાવવા અનુરોધ કરવામાં આવે છે તાલીમનું સ્થળ: મોરબી મહાનગરપાલિકા ઇસ્ટ ઝોન ઓફીસ, રેલ્વેસ્ટેશન રોડ મોરબી સમય: સવારે ૮:૩૦ કલાક વધુ જાણકારી માટે યુ.સી.ડી.શાખા, બીજો માળ સહયોગ કોપ્લેક્ષ,ખારા કુવા શેરી,જુના બસસ્ટેન્ડ પાસે સંપર્ક કરવા જણાવાયું છે.