
કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે હાલમાં નવા વરાયેલા પ્રમુખ આર પી સોલંકી ના વડ પણ હેઠળ રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ચોપડાનું વિતરણ જુદા જુદા સ્થળો ઉપર કરવામાં આવી રહ્યું છે જેમાં તુલસી જ્વેલર્સ અમૃત નગર, રઘુવંશી હોસ્પિટલ બસ સ્ટેશન પાસે, વી વી એસ કલેક્શન આંબાવાડી, કાનાબાર એસોસિયેટ બગીચા સામે તેમજ અગતરાય રોડ પર દિનેશભાઈ સિધ્ધપુરા વગેરે સ્થળોએ રાહત દરે ફુલ સ્કેપના ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તથા તારીખ 13 એપ્રિલ રવિવારે સ્ટેશન રોડ ગિરનાર ઓટો પાસે સવારે 8:00 વાગ્યાથી વિતરણ કરવામાં આવશે આજરોજ કેશોદના નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર વિવેક કોટડીયા નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ વગેરે મહેમાનો દ્વારા આ ચોપડાના વિતરણની શરૂઆત કરવામાં આવેલી હતી ભારત વિકાસ પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનો વિતરણ દર વર્ષે કરવામાં આવે છે તેવું સંસ્થાના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલભાઈ તન્નાએ જણાવેલ હતું
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




