MORBI:મોરબી પાલિકા દ્વાર ૨૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી વેપારીઓને દંડ ફટકાર્યો
MORBI:મોરબી પાલિકા દ્વાર ૨૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી વેપારીઓને દંડ ફટકાર્યો
મોરબી નગરપાલિકાના અધિકારીઓની એક ટીમ શહેરમાં પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં અલગ અલગ વેપારીઓને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા તમામ પાસેથી નિયમ મુજબ દંડ વસુલવામાં આવ્યો છે
મોરબીમાં નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમ દ્વાએ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે નગરપાલિકાના કૃષ્ણસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા કરવામાં સરપ્રાઈઝ ચેકીંગમાં અલગ અલગ દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો આશરે ૨૦૦ કિલોનો જથ્થો મળી આવ્યો હતો. જેથી સમગ્ર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરી રહેલા વેપારીઓ પાસેથી કુલ રૂપિયા ૮,૦૦૦/-નો દંડ વસુલવામાં આવ્યો હતો.