GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નવયુગ ગૃપ ઓફ એજયુકેશનનું S.S.C. બોર્ડનું ઝળહળતું પરિણામ

MORBI:મોરબી નવયુગ ગૃપ ઓફ એજયુકેશનનું S.S.C. બોર્ડનું ઝળહળતું પરિણામ 275 માંથી 274 વિદ્યાર્થીઓ પાસ

 

 

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા હાલ તારીખ : 08-05-2025 ને ગુરુવારના રોજ S.S.C ધોરણ-10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમા નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે.

કુલ 275 વિદ્યાર્થીઓમાંથી 53 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 82 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે 135 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે. જયારે 99 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 17 અને 95 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 61 અને 90 થી વધુ PR મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 99 જેટલી રહી. એકંદરે આવું ઉત્તમ પરિણામ મેળવી ઉત્તીર્ણ થવા બદલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે આવી જ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છા. એકંદરે 275 માંથી 274 વિદ્યાર્થીઓ પાસ થયાં અને સ્કૂલનું પરિણામ 99.64% રહ્યું.

Back to top button
error: Content is protected !!