GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નેકસસ સિનેમા પાસેથી કારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

 

MORBI:મોરબી નેકસસ સિનેમા પાસેથી કારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

 

 

મોરબી બાયપાસ ઉપર અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં આવેલ નેકસસ સિનેમા પાસેથી તાલુકા પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂના ચપલા લઈને નીકળેલા એક શખ્સને ઝડપી લીધો પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી.

મોરબી તાલુકા પોલીસે ગતરાત્રીના મોરબી બાયપાસ ઉપર નેકસસ સિનેમા નજીક વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર પસાર થનાર હોવાની બાતમીને આધારે વોચ ગોઠવતા જીજે -36 – એએલ – 3047 નંબરની સ્વીફ્ટ કાર અટકાવી તલાશી લેતા કાર ચાલક આરોપી જાવીદ ઈસ્માઈલભાઈ સાઈચા રહે.વીસીપરા વાળો વિદેશી દારૂની 180 મીલી માપની 30 બોટલ કિંમત રૂપિયા 11,125 સાથે ઝડપાઈ જતા પોલીસે 3 લાખની કાર સહિત 3,11,125નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

Back to top button
error: Content is protected !!