MORBI મોરબી પોલીસકર્મીના વારસદારોને વિમાની રકમ ચુકવવા ઇનકાર કરતાં, ગ્રાહક સુરક્ષા ન્યાય અપાવ્યો
MORBI મોરબી પોલીસકર્મીના વારસદારોને વિમાની રકમ ચુકવવા ઇનકાર કરતાં, ગ્રાહક સુરક્ષા ન્યાય અપાવ્યો
મોરબી તાલુકાના કેરાળી ગામના વતની અને પોલીસ કર્મચારી વસંતભાઈ મિયાત્રાનું અકસ્માતમાં મોત થયું હોય પરંતુ વીમા કંપની અને બેન્કે વીમો આપવાની ના પાડી દેતા દીકરીએ ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે રૂ ૩૦ લાખ ૧૦ હજાર ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો છે
જે કેસની વિગતો જાણીએ તો કેરાળીના વતની વસંતભાઈ મિયાત્રા પોલીસ ખાતામાં ફરજ બજાવતા હોય અને તેમનું અકસ્માત થતા બેભાન અવસ્થામાં મૃત્યુ પામ્યા હતા જેનો વીમો યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ જેનું પ્રીમીયમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરાતું હતું જેથી વારસદારોએ વીમા કંપનીને તમામ કાગળો રજુ કર્યા હતા પરંતુ વીમા કંપની અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કોઈ કાર્યવાહી કરી નહિ અને વીમો ચૂકવ્યો ના હતો જેથી મૃતકની દીકરી દયાબેન મિયાત્રાએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો જેમાં ન્યાયમૂર્તિએ વીમા કંપની અને બેન્કની સેવામાં ખામી છે તેવી નોંધ લીધી હતી અને દયાબેનને રૂ ૩૦ લાખ દશ હજાર ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો છે કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા પ્રમુખ લાલજીભાઈ મહેતા, બળવંતભાઈ ભટ્ટ અને રામભાઈ મહેતાનો સંપર્ક કરવા જણાવ્યું છે