BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપારડી ચાર રસ્તા ખાતે બિસ્માર માર્ગને લઈ ભાજપ વિરોધી બેનર લગાવી વિરોધ પ્રદર્શન કરાયું 

ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપારડી ચાર રસ્તા ખાતે બિસ્માર માર્ગને લઈ ભાજપ વિરોધી બેનર લગાવી વિરોધ પ્રદર્શન કરાયું

 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો રાજ્ય ધોરીમાર્ગ બિસ્માર બનતા આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપારડી ચાર રસ્તા સ્થિત બિરસામુંડા ભગવાનની પ્રતિમાને ફુલહાર કરી ત્યારબાદ ભાજપ વિરોધી બેનરો લગાવી ભાજપનો વિરોધ નોંધાવ્યો હતો, ઝઘડીયા તાલુકામા પ્રથમ વરસાદમાં જ તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે જેમકે પડવાનીયા થી આમલજરનો માર્ગ,અંકલેશ્વરથી સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ ,રાજપારડી થી નેત્રંગ નો માર્ગ અત્યંત ખરાબ થઈ જતાં વાહન ચાલકો ની કમર તોડી રહ્યો છે, આ માર્ગોની ઉપર મોટા તેમજ જીવલેણ ખાડા ઓ પડતા વાહન ચાલકોને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે, તંત્ર દ્વારા ખાડો પૂરી વાહન ચાલકોની મુશ્કેલી ઓછી કરે તે ઇચ્છનીય છે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાલુકા વાસીઓને સારા રોડ રસ્તાઓ અત્યાર સુધી મળ્યા નથી, વધુમાં જણાવ્યું હતું કે જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહિ આવે તો જલદ આંદોલન કરવાની ચિમકી તાલુકા પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

 

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!