
વિજાપુરમાં ઍત્તેકાફ કરનાર યુવાનોનું સન્માન — પવિત્ર ઈબાદતથી ગુંજ્યાં મસ્જિદો યુવા તનજીલ અલી સૈયદે ઍત્તેકાફ ના16 વર્ષ પુરા કર્યા

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરની વિવિધ મસ્જિદોમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા દસ દિવસ સુધી ઍત્તેકાફમાં બેસીને ખુદાની ઈબાદત કરવામાં આવી હતી. આ અવસરે મસ્જિદો ઈબાદત, તિલાવત અને તૌબા-ઇસ્તિગફાર પઢી દુવાઓ કરવામાં આવી હતી, જેનાથી આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. ઇસ્લામમાં ઍત્તેકાફને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. રમઝાનના છેલ્લાં દસ દિવસોમાં મસ્જિદમાં રહીને સંપૂર્ણ રીતે ઈબાદતમાં લીન થવું એત્તેકાફ કહેવાય છે. આ દરમિયાન મુસ્લિમ ભાઈઓ દુન્યવી કાર્યો થી દૂર રહીને માત્ર નમાજ, કુરાન પઠન અને દુઆમાં પોતાનો સમય વિતાવે છે. ઍત્તેકાફ દ્વારા આત્મશુદ્ધિ, અલ્લાહની નજીકતા અને શબે કદર જેવી પવિત્ર રાતની શોધનો લાભ મળે છે.
આવા ધાર્મિક કાર્યો દ્વારા સમાજમાં ધાર્મિક જાગૃતિ અને એકતા મજબૂત બનતી હોવાનું પણ ઉપસ્થિતોએ વ્યક્ત કર્યું હતું.




