અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઉંદર પકડવા માટે ગ્લૂ ટ્રેપનું વેચાણ કર્યું તો થશે ગુન્હો દાખલ,ગુજરાતમાં સૌ પ્રથમ મેઘરજના વેપારી સામે નોંધાયો ગુન્હો
ગ્લૂ ટ્રેપ વેચતા વેપારી સામે ગુજરાતમાં સૌપ્રથમ ગુન્હો નોંધ્યો : મેઘરજના કરિયાણાના વેપારી દિનેશ કુમાવતની અટકાયત
રાજ્યમાં ઉંદર અને તેના જેવી પ્રજાતિને ફ્સાવવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપ(ગુંદરયુક્ત ફંસો) પર પ્રતિબંધ હોવા છતાં તેનું ખુલ્લેઆમ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ થઇ રહ્યો હોવાનો ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતમાં રીટ થઈ હતી ગુજરાતમાં ગ્લૂ ટ્રેપ વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસે ગ્લૂ ટ્રેપ વેચાણ કરતા મેઘરજ નગરમાં ગોલ્ડન પ્લાઝા કોમ્પ્લેક્સ માં આવેલ શીવ શક્તિ નામની કરિયાણાની દુકાનમાં ગ્લૂ ટ્રેપ વેચાણ કરતા વેપારીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ગુજરાતમાં ગ્લૂ ટ્રેપ વેચાણ કરતા વેપારી સામે સૌપ્રથમ મેઘરજ પોલીસે ગુન્હો નોંધતા જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગ્લુ ટ્રેપનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે વેચતા વેપારી સામે ગુજરાતમાં સૌપ્રથમ ગુન્હો નોંધ્યો મેઘરજના કરિયાણાના વેપારી દિનેશ કુમાવતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી