GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi: મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીકથી દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ:ચાલક છુમંતર

MORBi: મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીકથી દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ:ચાલક છુમંતર

 

 

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન અનુસાર જીલ્લામાં પોલીસ સ્ટાફ કામ કરે છે તેવામાં મોરબી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના મણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે ભગીરથભાઇ લોખીલ તથા અર્જુનસિંહ પરમારને સંયુકતરાહે બાતમી હકીકત મળેલ કે, બ્લુ કલરની મારૂતી સ્વીફટ કાર નં. જીજે 36 એએલ 5300 વાળી માં કૈફી પીણું ભરીને માળીયા (મિં) તરફથી મોરબી આવી રહ્યા છે જેથી કરીને આ બાતમી વાળી મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં પાટીદાર ટાઉનશીપ સામે મોરબી માળીયા નેશન હાઇવે ઉપરથી પસાર થયેલ હતી ત્યારે મોરબી તાલુકા પોલીસની ટીમે તેને રોકી હતી ત્યારે કાર ચાલક તેની કાર છોડીને નાશી ગયો હતો જેથી કરીને પોલીસે રેઢી પડેલ કારને ચેક કરી હતી ત્યારે તેમાંથી 660 લિટર દેશીદારૂ મળી આવેલ હતો જેથી કરીને 1.32 લાખનો દારૂ, એક મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 4.92 લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!