MORBI મોરબી ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણીની આવકના પગલે જીકીયારી કોઝવે પર પાણી ફરી વળતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસ્તો બંધ કરાયો

MORBI મોરબી ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણીની આવકના પગલે જીકીયારી કોઝવે પર પાણી ફરી વળતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રસ્તો બંધ કરાયો
મોરબી જિલ્લામાં જળાશયોમાં થઈ રહેલી પાણીની સતત આવકને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જીકીયારી પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા અને ઉપરવાસની આવકના કારણે જીકીયારી ગામ પાસે આવેલા કોઝવે પરથી પાણીનો ભારે પ્રવાહ ઓવરટોપ (પસાર) થઈ રહ્યો છે. નાગરિકોની જાનમાલની સલામતીને પ્રાધાન્ય આપીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ કોઝવે પરનો વાહનવ્યવહાર બંધ કરાવવામાં આવ્યો છે.
પાણીનું સ્તર ઘટ્યા બાદ અને રસ્તો સંપૂર્ણ સલામત હોવાની ખાતરી થયા પછી જ વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે બંધ કોઝવે કે વહેતા પાણીમાં વાહન ચલાવવાનું કે રસ્તો ઓળંગવાનું સાહસ ન કરવું અને તંત્રની સલામતી વિષયક સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો.









