MORBI મોરબી વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી યુવક ને માર માર્યો
MORBI મોરબી વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી યુવક ને માર માર્યો
મોરબીમાં વ્યાજખોરીના દુષણને ડામવામાં મોરબી પોલીસ નિષ્ફળ નીવડી રહી છે તેવા રોજ બરોજ કિસ્સાઓ સામે આવે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે.મોરબીમાં યુવકે એક શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જે બાબતે વાત કરવા યુવકને રવાપર રોડ પર સેલના પંપ સામે હોથલ ફાઇનાન્સની ઓફિસે બોલાવી યુવક પાસે વ્યાજના વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી યુવકને લાકડી વડે ફટકાર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ પર શાન્તી સ્કૂલ પાછળ ધરતી એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટ નં -૦૬ માં રહેતા ચિરાગભાઈ મહેશભાઈ ગૌસ્વામી (ઉ.વ.૩૫) એ આરોપી શિવમભાઈ રબારી, હિરાભાઇ રબારી તથા ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી શિવમભાઇ રબારી પાસેથી ફરીયાદીએ વ્યાજવા રૂપિયા લીધેલ જેના માટે ફરીયાદીને વાત કરવા માટે મોરબી રવાપર રોડ આવેલ સેલ પંપની સામે આવેલ આરોપી શિવમભાઈની હોથલ ફાઇનાન્સની ઓફીસે બોલાવી ત્યાં ફરીયાદી પાસે વ્યાજના વધુ રૂપિયાની માંગણી કરી ઓફીસે હાજર આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.