KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મામલતદાર દ્વારા ગેરકાયદે રેતી ભરેલ એક હાઇવા ડમ્પર ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી.

 

તારીખ ૩૧/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ની ગોમા નદીમાંથી ખુલ્લેઆમ ઠેક ઠેકાણે ખનન માફીયા દ્વારા રેતી અને માટીનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે ત્યારે કાલોલ તાલુકાના ખડકી ટોલનાકાના નજીક તાલુકાના ચલાલી ગોમા નદીના પટમાંથી ગેરકાયદે રેતી વહન કરતા તત્વો સામે તાલુકા પ્રશાસને નક્કર કાર્યવાહી કરી રેતી ભરીને લઈ જવાતી એક હાઇવા ડમ્પર ટ્રકને ઝડપીને સરકારી તિજોરીને ફટકો મારતા ખનીજ માફિયાઓ વિરોધ નક્કર કામગીરી કરી હાઇવા ડમ્પર કબજે કરી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરતા ગેરકાયદે રીતે ખનન અને વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર પુરવઠા કામ અર્થે નિકળેલા ત્યારે ખડકી ટોલનાકા નજીક સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ચલાલી ગોમા નદીમાંથી ગેરકાયદેસર રીતે ઓવર લોડ કરી રેતી ખનન કરી ભરીને આવતી એક હાઇવા ડમ્પર નંબર જીજે-૨૩-એ.ટી-૭૨૬૬ ના ચાલક ને પકડી તેની પાસે રોયલ્ટી બાબતે પુછપરછ કરતા તેની પાસે રેતી ખનન વહન કરવા બાબતનો કોઈ પાસ પરમીટ ન હોઇ કાલોલ મામલતદાર દ્વારા હાઇવા ડમ્પર ને કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકાવી ખાણ ખનીજ વિભાગ ને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!