MORBI:મોરબીમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોની ઉજવણી કરાશે
MORBI:મોરબીમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોની ઉજવણી કરાશે
દાંડીયારાસ,શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.
શ્રી પરશુરામ યુવાગ્રુપ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીનો પાવન જન્મોત્સવ ધામધૂમથી ઉજવવા આયોજન કરાયું છે. આ અવસરે તા. 28 એપ્રિલ 2025, સોમવાર અને મંગળવારના રોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
તા. 28/04/2025ના રોજ રાત્રે 9:00 કલાકે શ્રી પરશુરામ ધામ, નવલખી રોડ ખાતે દાંડિયારાસનો આનંદ લેવાશે. ત્યારબાદ, મંગળવારના દિવસે સાંજે 4:00 કલાકે શ્રી ગાયત્રી મંદિર, વાઘપરા-14 થી શોભાયાત્રા નિકળશે જે શ્રી પરશુરામ ધામ ખાતે સમાપન પામશે.
આજના દિવસે સાંજે 7:30 કલાકે ભવ્ય મહાઆરતી તથા અન્નકૂટ અને ત્યારપછી સાંજે 8:00 કલાકે ભક્તિભર્યું મહાપ્રસાદ પણ આયોજિત છે.
આ આયોજન માટે સમગ્ર શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી સક્રિય રીતે પ્રવૃત્ત છે. આ પ્રસંગે પ્રમુખ શ્રી જયદીપભાઈ મેહતા તથા મહામંત્રીઓ શ્રી ઋષિભાઈ મેહતા, શ્રી હાર્દિકભાઈ ભટ્ટ અને શ્રી ધ્વનિતભાઈ દવે માર્ગદર્શન આપી રહ્યા છે.
આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં મોરબી શહેર તથા આસપાસના શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહી શ્રી પરશુરામજીના આશીર્વાદ મેળવવા માટે ઉત્સાહપૂર્વક આમંત્રણ અપાયું છે.