MORBI:મોરબીનાં યુવા પત્રકાર રફીક અજમેરી ની ૭ વર્ષ ની દીકરી મન્નતએ જીંદગી નું પ્રથમ રોજુ રાખી અલ્લાહ ની ઈબાદત કરી
MORBI:મોરબીનાં યુવા પત્રકાર રફીક અજમેરી ની ૭ વર્ષ ની દીકરી મન્નતએ જીંદગી નું પ્રથમ રોજુ રાખી અલ્લાહ ની ઈબાદત કરી
મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ ની શનિવારે સાંજે ચાંદ મુબારક દેખાતા ની સાથે જ રવિવારે વહેલી સવારે પ્રથમ રોજાની શરૂઆત થઈ હતી ત્યારે મુસ્લિમ સમાજના નાના મોટાં દરેક વ્યક્તિ રોજા રાખીને અલ્લાહની ઈબાદત અને બંદગી કરતા હોય છે ત્યારે નાનાં માસુમ બાળકો પણ વહેલી સવારથી ભુખ અને પ્યાસ ને ત્યાગીને આખો દિવસ આશરે ૧૫ થી ૧૬ કલાક સુધી સતત ભુખ પ્યાસ વેઠીને રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરતાં હોય છે ત્યારે મોરબીના બી ઇન્ડિયા ન્યૂઝ નાં યુવા પત્રકાર રફીક અજમેરી ની ૭ વર્ષ ની દિકરી મન્નત અજમેરી એ રમજાન માસ નુ જીંદગી નું પ્રથમ રોજુ રાખી અલ્લાહ ની ઈબાદત અને બંદગી કરી હતી ત્યારે અજમેરી પરીવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો માતા પિતા સહિત પરીવારજનો એ દીકરી મન્નત ને દુવા અને આશિષ આપી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી દિકરી મન્નત ની લાંબી આયુષ માટે દુઆઓ કરી હતી