વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે સરપંચ-પોલીસ પરિસંવાદ કાર્યક્રમમાં 35 ગ્રામ પંચાયતના સરપંચોને નવા કાયદા અંગે જાગૃત કરાયાં

તારીખ ૧૦/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આજ રોજ સરપંચ-પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ 35 ગ્રામ પંચાયતના સરપંચ હજાર રહ્યા હતા સરપંચ-પોલીસ પરિસંવાદ અન્વયે રાજ્ય સરકારના ઉમદા અભિગમ અને મેં.ડી.જી.પી ના નવતર પ્રયોગને અનુલક્ષીને મેં.નાયબ પોલીસ અધિક્ષક બી.એલ.દેસાઈ ગોધરાની અધ્યક્ષતામાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇસ્પેક્ટર એમ.બી.ગઢવી તેમજ શી.ટિમ ઉપસ્થિત રહીને પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ગ્રામ પંચાયતના સરપંચોનુ રજિસ્ટ્રેશન કરી તેમનું સ્વાગત કરી આગેવાનોની હાજરીમાં નવા કાયદા તેમજ શી.ટિમની કાર્યપધ્ધતિ જિલ્લા પોલીસ દ્વારા કરાયેલ પ્રશંશનીય કાર્યો જન ભાગીદારી દ્વારા ગામડોમા સી.સી.ટી.વી.નું ઈન્સ્ટોલેશન મહિલા સુરક્ષા બાબતેની ચર્ચાઓ ઇમરજન્સી 112 ની માહીતી અને સાત વર્ષની સજાની જોગવાઈ વાળા કાયદામાં નોટિસની જોગવાઈ ત્રાફિક એવનેસ,સાઇબર ક્રાઇમની જાગૃતિ,હેલ્મેટ અને ત્રાફિકના નિયમોના પાલનની સમજણ અને રાહવીર યોજનાની સમજણ અને તે હેઠળ મળતી સહાય,ડ્રગ્સના દુષણો અને ગામડામાં બનતા બનાવોની માહીતી અને આમ તમામ મુદ્દાઓની પરસ્પર સંવાદના માધ્યમથી પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને પોલીસની કાર્યવાહીને વધુમાં વધુ પ્રજા લક્ષી અને લોકભિમુખ બનાવા માટે વિચાર વિમર્શની આપ લે કરવા આવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાયદા વ્યવસ્થાને લઈને કોઈ પ્રશ્નો નથી તેમજ પોલીસ ની કામગીરી અને માહિતીથી સૌ કોઈએ સંતોષ વ્યક્ત કર્યો હતો આમ આ સમગ્ર કાર્યક્રમનું વેજલપુર પોલિસ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું અને આમ સરપંચો આ કાર્યક્રમમાં ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..







