GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીમા ગોલાના ધંધા બાબતનો ખાર રાખી મહિલા પર :ત્રણ શખ્સોએ હુમલો કર્યો

MORBI મોરબીમા ગોલાના ધંધા બાબતનો ખાર રાખી મહિલા પર :ત્રણ શખ્સોએ હુમલો કર્યો

 

 

મોરબી શહેરના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર જુસબભાઈ ગોલાવાળા નામની દુકાન પાસે રોડ ઉપર મહિલા અને સાહેદ તથા આરોપીઓ ગોલાનો વેપાર કરતા હોય અને મહિલાની ગોલાની દુકાને ગ્રાહક વધારે આવતા હોય જેનો ખાર રાખી આરોપીઓએ મહિલાના ભાઈને માર મારતાં મહિલા વચ્ચે છોડાવવા પડતા આરોપીઓએ માર મારી દુકાન ખોલશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

Oplus_131072

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ક્રિષ્ના સ્કુલની બાજુમાં શીવમ પેલેસ બ્લોક નં -૩૦૫મા રહેતા ચંદ્રિકાબેન પ્રભૂલાલ પંડયા (ઉ.વ.૫૦) એ આરોપી કિશનભાઇ ભરતભાઇ ભરવાડ, નીલેશભાઇ ભરતભાઇ ભરવાડ, બાબુ ભરવાડ રહે. બધા મોચી ચોક મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ પ્રફુલભાઇ ગોલાનો વેપાર કરતા હોય તથા આરોપીઓ પણ ગોલાનો વેપાર કરતા હોય અને ફરીયાદીને ત્યા વધારે ગ્રાહકો આવતા હોય અને આરોપીઓનો ધંધો ચાલતો ના હોય જેથી જેનો ખારા રાખી આરોપીઓએ ફરીયાદીના ભાઇને ઢિકાપાટુ માર મારતા ફરીયાદી છોડાવવા જતા આરોપીઓએ ફરીયાદીને મથામા ખુરશી મારી લોહી કાઢી ઇજા કરેલ તેમજ ફરીયાદી તથા સાહેદ ને દુકાન ખોલશો તો જાન થી મારી નાખીશુ તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!