GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીમા અગાઉ ઈંગ્લીશ દારૂના ગુનામાં પોલીસ સ્ટેશનમાં નામ ખોલેલ નો ખાર રાખી યુવક પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો
MORBI મોરબીમા અગાઉ ઈંગ્લીશ દારૂના ગુનામાં પોલીસ સ્ટેશનમાં નામ ખોલેલ નો ખાર રાખી યુવક પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો
મોરબીના ખાટકીવાસ ચોકમાં અગાઉ આરોપીનું નામ ઈંગ્લીશ દારૂના ગુનામાં પોલીસ સ્ટેશનમાં ખોલવાનો ખાર રાખી બે ઇસમોએ યુવાનને માર મારી છાતીમાં છરીનો ઘા ઝીકી પાટું મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના મચ્છીપીઠમાં રહેતા અબ્દુલ કાદર ભટ્ટી (ઉ.વ.૨૨) વાળાએ આરોપી મોઈન ગુલામ મોવર અને જાવેદ રમજાન મોવર રહે બંને વિસીપરા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪ ના રોજ ફરિયાદીને આરોપી મોઈન મોવર અગાઉ ઈંગ્લીશ દારૂના ગુનામાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં નામ ખોલેલ હોવાનો ખાર રાખી આરોપી મોઈને છરીનો એક ઘા છાતીમાં મારી ઈજા કરી ગાળો આપી તેમજ આરોપી જાવેદ મોવર પગ વડે પાટું મારી ઈજા કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે