GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમા મહિલાનો મોબાઇલ હેક કરી ‌બેન્ક એકાઉન્ટમાં થી રૂ. 24.34 લાખની છેતરપિંડી

MORBI:મોરબીમા મહિલાનો મોબાઇલ હેક કરી ‌બેન્ક એકાઉન્ટમાં થી રૂ. 24.34 લાખની છેતરપિંડી

 

 

મોરબી શહેરમાં અનેક છેતરપીંડીના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે અને તેની સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા લોકોને એકઠા કરી માહિતી પણ આપવામાં આવી રહી છે અને સાયબર ફ્રોડ થી કેમ બચી શકાય તેની માહિતી આપવામાં આવે છે તેમ છતાં લોકો આવા ગઠીયાઓના ઝપટે ચડી જાય છે અને લાખો રૂપિયા ગુમાવે છે ત્યારે મોરબીમાં રહેતા એક મહિલાના પતિમા આરોપીએ APK ફાઈલનનો મેસેજ મોકલતા એ મેસજ મહિલાના પતિએ મહિલામાં મોકલતા મહિલાએ મેસેજ ઓપન કરતા તેમના બેન્ક ખાતામાંથી કુલ રૂ.૨૪,૩૪,૭૦૯ ટ્રાન્સફર કરાવી મેળવી લઈ મહિલા સાથે ઠગાઈ કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના મુનનગર ચોકમાં ન્યુ ચંદ્રેશનગર શેરી નં -૦૨ માં રહેતા કાજલબેન સવજીભાઈ ગામી (ઉ.વ.૩૬) એ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના પતિનં વોટ્સેપ નંબર ઉપર આર.ટી.ઓ ચલણ APK. ફાઇલનો મેસેજ મોકલતા ફરીઆદીના પતિએ આ ફાઇલ ફરીયાદીના વોટસેપ નંબર ઉપર મોકલતા ફરીયાદીએ આ ફાઇલ ઓપન કરતા કોઇ અજાણ્યા ઇસમ આરોપીએ ફરીયાદીનો મોબાઇલ હેક કરીને ફરીયાદીના HDFC Bankના એકાઉન્ટમાથી કુલ રૂ. રૂ.૨૪,૩૪,૭૦૯/- ટ્રાંસફર કરી કરાવી મેળવી લઇ ફરીયાદી સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!