MORBI:મોરબીના કેરોવિટ ગ્લૉબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને કજારિયા ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
MORBI:મોરબીના કેરોવિટ ગ્લૉબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને કજારિયા ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
મોરબીના ગાળા ગામ પાસે આવેલ કેરોવિટ ગ્લૉબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને કજારિયા ગ્રુપ દ્વારા આજ રોજ 21મી જૂન, 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજયવણી ઊર્જાભર્યું વાતાવરણ અને ઉત્સાહ સાથે કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે યોગ સત્રથી કરવામાં આવી, જેમાં તમામ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સર્વાંગીણ સ્વાસ્થ્ય, તણાવ નિવારણ અને સકારાત્મક જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કંપની ના મેનેજમેન્ટ ના કાર્મેચારી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો .શ્રી વાત્સવ સાહેબ ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ ના સુપરવાઈઝર શ્રી દીપકભાઈ વ્યાસ ( પી એચ સી -લાલપર) દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસ કરાવવામાં આવ્યો.
કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ પણ યોગસત્રમાં હાજરી આપી, અને યોગના જીવનમાં મહત્વ પર પ્રકાશ પાડતાં કર્મચારીઓને નિયમિત યોગ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમ બાદ સૌના આરોગ્ય અને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યમાં પણ આવા સ્વાસ્થ્યપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.