MORBI:મોરબીના ડોકટર પુત્ર ડો.ચિરાગ અઘારા બન્યા યુરોલોજીસ્ટ
MORBI:મોરબીના ડોકટર પુત્ર ડો.ચિરાગ અઘારા બન્યા યુરોલોજીસ્ટ
મોરબી, સરસ્વતી શિશુ મંદિર શક્ત શનાળાના પ્રમુખ અને ગુજરાત પ્રાંત વિદ્યા ભારતી પશ્ચિમ ક્ષેત્રના ઉપાધ્યક્ષ અને ચિરાગ સર્જીકલ હોસ્પિટલ વાળા ડો.બાબુલાલ અધારાના સુપુત્ર ડૉ. ચિરાગ બાબુલાલ અઘારા એસ. એન.મેડિકલ કોલેજ, જોધપુર રાજસ્થાન ખાતે લેવાયેલ એમસીએચ (યુરોલોજી) પરીક્ષા મા ઉત્તીર્ણ થયેલ છે.ડો. ચિરાગ સરસ્વતી શિશુમંદિર , ભચાઉ અને મોરબીના પૂર્વ વિદ્યાર્થી છે. વિદ્યાર્થીઓના પ્રારંભિક અભ્યાસ અને ઘડતરમાં બાલ્યાવસ્થામાં તેમજ પાયાના પ્રાથમિક શિક્ષણનું ખૂબ જ મહત્વ હોય છે.ત્યારે ડો.ચિરાગ અધારાના જીવનમાં સરસ્વતી શિશુમંદિરનો મહત્વનો ફાળો હોય શિશુ મંદિર તથા વિદ્યાભારતી પરિવારનો અધારા પરિવાર દ્વારા આભાર પ્રકટ કરવામાં આવ્યો છે.તેમજ આજે ઘણા બધા લોકોને પથરી અને કિડનીના રોગોથી ગ્રસ્ત હોય છે ત્યારે એક સારા માનવતાવાદિ અને હોંશિયાર યુરોલોજીસ્ટ ડોક્ટરનો મોરબી પંથકમાં લાભ પ્રાપ્ત થવાનો હોય ડો.ચિરાગ અધારાને એમના મિત્રવર્તુળ,સગા સ્નેહીઓ સબંધીઓ નગરજનો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.