MORBI:મોરબી નાં હડમતીયા ગામ પાસે સતત ૧૦૮ દિવસનો પંચદેવ મહાયજ્ઞ !આજે ૮૧ દિવસ પુર્ણ! ચાલી રહ્યુ છે મહા ભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન!
MORBI:મોરબી નાં હડમતીયા ગામ પાસે સતત ૧૦૮ દિવસનો પંચદેવ મહાયજ્ઞ !આજે ૮૧ દિવસ પુર્ણ!
ચાલી રહ્યુ છે મહા ભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં હડમતીયા ગામ નજીક આવેલા રાજલ ફાર્મમાં સતત ૧૦૮ દિવસનું મહા ભગીરથ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ૮૧ દિવસ પૂર્ણ થયા છે. આ ધર્મકાર્ય નેં સફળ બનાવવા માટે સતત છેલ્લા બે માસથી આ મહા યજ્ઞનાં આયોજક વીરપર ગામના કેશુભાઈ વાધડીયા અને તેમના પત્ની મંજુલા બેન તથા તેમનો પરિવાર ઉઠાવી રહ્યા છે.
આ બાબતે વાત કરીએ તો કેશુભાઈ વાધડીયા અને તેમના પત્ની મંજુલાબેન હરિદ્વાર પાસે આવેલા ભાગીરથી આશ્રમ ના દર્શને ગયા બાદ સંકલ્પ કર્યો કે સતત ૧૦૮ દિવસનુ પંચદેવ યજ્ઞનું આયોજન કરવું !આ પંચદેવ એટલે શ્રી ગણેશજી, રાજબાઈ માતાજી, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, અને સૂર્ય ભગવાન, તેમજ હાલના સમયે ચાલતા આ યજ્ઞ નાં સમયમાં હનુમાનજી મહારાજનું પણ અનુષ્ઠાન કરીને આ ૧૦૮ દિવસના યજ્ઞનું આયોજન ચાલી રહ્યું છે. આ સેવાકાર્ય હોવાથી શ્રદ્ધાળુ લોકો અને ભાવિકજનોનો પૂરતો સહકાર મળી રહે છે અને દરરોજના માટે હવન વિધિ કરાવવા નવયુગલ ને આમંત્રણ આપવું પડે તેમની યજ્ઞ માટેની હાથ જોડ પૂજા વિધિ કરાવવી પડે તે માટે સતત ભૂદેવો આ યજ્ઞમાં ધર્મ કાર્ય કરાવી રહ્યા છે અને હજુ એક મહિનો સુધી આ કાર્ય સતત ચાલુ રહેશે અને આ યજ્ઞમાં હાજર રહેતા કેશુભાઈના પરિવારના જુદા જુદા ગામના યુવાનો તુરંત સેવા કાર્યમાં જોડાઈ જાય છે. એકંદરે ખૂબ જ સારી રીતે સફળતા પુર્વક આ મહાયજ્ઞનું કાર્ય આગળ ધપી રહ્યું છે.