MORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીના જેતપર ખેડૂત આંદોલન પાર્ટ-૨ ના બીજા દિવસે આંદોલન વધુ તેજ, ૬ ખેડૂતો આમરણ ઉપવાસ પર

 

MORBI:મોરબી જેતપર ખેડૂત આંદોલન પાર્ટ-૨ ના બીજા દિવસે આંદોલન વધુ તેજ, ૬ ખેડૂતો આમરણ ઉપવાસ પર

 

 

જેતપર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને શરૂ થયેલું ‘જેતપર ખેડૂત આંદોલન પાર્ટ-૨’ હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. આજે તારીખ ૧૯ જૂન ૨૦૨૬ના રોજ આંદોલનના બીજા દિવસે ખેડૂતોનો આક્રોશ અને સમર્થન બંને ચરમસીમાએ જોવા મળ્યા હતા.

ખેડૂતોના હક અને ન્યાયની આ લડતમાં આજે એક મોટો વળાંક આવ્યો છે. ન્યાય ન મળે ત્યાં સુધી પીછેહઠ ન કરવાના મક્કમ નિર્ધાર સાથે ૬ ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે. જ્યારે તેમના સમર્થનમાં અન્ય ૪૨૬ જેટલા ખેડૂતોએ પ્રતીક ઉપવાસ પર બેસીને સરકાર અને તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ‘જય જવાન, જય કિસાન’ ના નારાઓ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આ આંદોલનને વેગ આપવા માટે મોરબી જિલ્લાના ખૂણે-ખૂણેથી ખેડૂત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આંદોલન સમિતિ દ્વારા મોરબી જિલ્લાના તમામ સમર્થન આપનાર ખેડૂત ભાઈઓ અને બહેનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

“ખેડૂતોની એકતા જ આપણી તાકાત છે. જ્યાં સુધી માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.”— આંદોલન સમિતિ, જેતપર

ખેડૂતોની આ એકતા અને મક્કમતા જોતાં આગામી દિવસોમાં આ આંદોલન વધુ વ્યાપક બને તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે. તંત્ર આ બાબતે શું પગલાં લેશે તેના પર સૌની નજર મંડાયેલી છે.

Back to top button
error: Content is protected !!