MORBI:મોરબીના લખધીરવાસ ગેટ પાસે ભૂગર્ભ ગટરમાં વારંવાર પડી જતા ગૌવંશ, યોગ્ય કાર્યવાહીની માંગ
MORBI:મોરબીના લખધીરવાસ ગેટ પાસે ભૂગર્ભ ગટરમાં વારંવાર પડી જતા ગૌવંશ, યોગ્ય કાર્યવાહીની માંગ
મોરબી : મોરબી સીટી વિસ્તારમાં લખધીરવાસ ગેટ પાસે આવેલ ભૂગર્ભ ગટરમાં અવારનવાર
ગૌવંશ અને ગાય માતા પડી જવા છતાં યોગ્ય નિરાકરણ ન આવતા મહાનગરપાલિકાને આ બાબતે રજુઆત કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાની બેદરકારીને કારણે અવાર નવાર અનેકવાર ગૌવંશ અને ગૌમાતા લખધીરવાસના ગેટ પાસે જે ઉકરડાનો ઢગલો મોટા પ્રમાણમાં થતો હોય અને ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા હોય ગૌવંશ અને ગાય માતાઓ અવારનવાર એ ભૂગર્ભમાં પડી જતી હોવાની અનેક રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિર્ણય આવેલો ના હોય અને અત્યારે પણ આજે સાંજે ચાર વાગ્યે ગૌમાતા ભૂગર્ભની કુંડીમાં પડી જતા તાત્કાલિકના ધોરણે યદુનંદન ગૌશાળાની અને મહાનગરપાલિકાને જાણ કરીને જીસીબી બોલાવીને કાઢવામાં આવેલ હતી. ત્યારે મહાનગરપાલિકા એક મોટી ઘટના થાય એમાં કોઈ બાળક પડી જાય એની રાહ જોઈ રહ્યું છે કે શું ? અને આટલા મોટા પ્રમાણમાં ઉકરડો ત્યાં હોય છે અને આટલો બધો કચરો રોડ ઉપર પડ્યો હોય છે છતાંય શું મહાનગરપાલિકાને નથી દેખાતું ? હવે જો તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો મોરબી સર્વે હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.