GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના માધાપર ઝાંપા પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના માધાપર ઝાંપા પાસે નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી શહેરના માધાપર વિસ્તારમાં ઝાંપા પાસે ચલણી નોટના નંબર ઉપર નસીબ આધારિત એકી બેકીનો રૂપિયાની હારજીતનો જુગાર રમતા બે ઇસમોને એ ડિવિઝન પોલીસ ટીમે પકડી લીધા હતા, જેમાં નરેશભાઈ લક્ષ્મણભાઇ નકુમ ઉવ.૫૬ રહે. વાવડી રોડ આર.આર.મોલની બાજુમાં મોરબી તથા પરષોત્તમભાઈ દેવરાજભાઈ ડાભી ઉવ.૬૪ રહે. માધાપર શેરી નં.૨ મોરબી વાળાની રોકડા ૫,૧૦૦/- સાથે અટકાયત કરવામાં આવી બન્ને આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે