થરામાં બનાસકાંઠા વાલ્મીકી સમાજ નવ તાલુકાના કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાના અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ધી થરા વિભાગીય નાગરીક મંડળીના મેનેજીંગ ડિરેક્ટર છેલ્લા ઘણા વર્ષોથી જેમણે જલારામ બાપાના રાહે કામ કરવાનો માર્ગ અપનાવેલ અને સદાય સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતા તેમજ થરાની પવિત્ર ભૂમિમાં જમીનથી માંડી પાયાની કામગીરીથી શરૂઆત કરી ભવ્યાતિભવ્ય શ્રી જલારામબાપાના મંદિરનું નિર્માણ કરનાર શ્રી જલારામ મંદિર થરાના અગ્રેસર કાર્યકર અચરતભાઈ શિવરામભાઈ ઠક્કર (ગોકલાણી) નું ગત તા.૧૩/૦૭/૨૦૨૪ ને શનિવાર ના રોજ ૭૩ વર્ષે અવસાન થતા સ્વ.અચરતલાલ ઠક્કરનું પિતૃ ઋણ અદા કરવા પરિવાર અનેક પ્રયત્નો કરી રહ્યા છે.ત્યારે આજરોજ તા.૧૮/૦૭/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સ્વ.અચરતકાકા ના ચાહકો વાલ્મિકી ચેરીટેબલ ટ્રસ્ટ થરાના પ્રમુખ મંગળભાઈ રાઠોડ,ઉપ પ્રમુખ બળવંતભાઈ સી. મેમદાવાદિયા,નટવરભાઈ એમ. ઘટાડ શિહોરી,મહામંત્રી ચમનભાઈ ડી.મકવાણા રાણકપુર,મંત્રી બાલાભાઈ શિક્ષક તાંતિયાણાં,ખજાનચી રમેશભાઈ એમ.કંબોયા થરા,સહમંત્રી ચેનાભાઈ સમેચા કસલપુરા સહિત વાલ્મીકી સમાજ નવ તાલુકાના આગેવાનો સ્વ. અચરતલાલ ઠક્કરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવ્યા ત્યારે પત્ની મુકતાબેન,સુપુત્રો હર્ષદભાઈ, નિરંજનભાઈ,પૌત્ર રાઘવ,કુંજ, વીર,ક્રિશ ના વરદ હસ્તે ભોજન પ્રસાદ તથા ભેટપૂજા આપી ધન્યતા અનુભવેલ.
ગુરૂવારના રોજ શ્રદ્ધાંજલિ અર્પણ વેળાએ શામળભાઈ મકવાણા ખેંટવા તા.ભીલડીવાળા એ જણાવ્યું હતું કે ગરીબોના બેલી નોંધારોના આધાર અને અમારા બનાસકાંઠા વાલ્મીકી સમાજ નવ તાલુકાના ભામાશા કહી શકાય અને તાજેતરમાં પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં યોજાયેલ ધોરણ ૧૦/૧૨ ના તેજસ્વી તારલાઓનો પ્રથમ સન્માન સમારોહમાં ખડેપગે રહી દરેક રીતે સાથ સહકાર આપી સહભાગી થનાર અચરતલાલ અને એમના પરિવારના ઉપકારનું ઋણ તો અમે ચૂકવી શકવાના નથી પણ અમારા બનાસકાંઠા વાલ્મીકી સમાજ નવ તાલુકાના કાર્યકરો તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર ઉપર આવેલ દુઃખ સહન કરવા માટે જલારામબાપા શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરીએ છીએ.
નટવર.કે.પ્રજાપતિ,થરા




