બાબરા તાલુકાના સુખપર, વાંકીયા, લાલકા સહિત ગામોમાં છેલ્લાં આઠ દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાનની થયું છે કપાસ મગફળી સહિતના ઉભા પાકને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુક્સાન થવા પામ્યું છે જેથી કરી રાજ્ય સરકાર સમક્ષ બાબરા તાલુકા પંચાયત સદસ્યશ્રી વિનોદભાઈ ઝાપડીયાએ સર્વે કરી ખેડૂતોને સરકાર સહાય કરે તે બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પત્ર લખી સર્વે કરવા માંગ કરી હતી બાબરા તાલુકાના ગામોમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે.
રીપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા )