MORBI મહાનગરપાલિકા દ્વારા લાયન્સનગરમાં ડીમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી.
MORBI મહાનગરપાલિકા દ્વારા લાયન્સનગરમાં ડીમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી.
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગર અને લાયન્સનગર વચ્ચેનો જે રસ્તો છે ત્યાં દબાણ કરવામાં આવ્યું હતું અને તે દબાણ તોડી પાડવા માટે થઈને અગાઉ આસામીઓને નોટિસ આપી હતી તેમ છતાં પણ આસામી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા જેથી આજે દસથી બાર જેટલા કાચા પાકા દબાણોને સરકારી બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવેલ છે.
મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ લાયન્સનગર અને ગોકુળનગર વચ્ચેનો જે રસ્તો છે તે રસ્તા પાસે વોંકળાની જે જમીન હતી તે જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને કાચા પાકા બાંધકામો કરી લેવામાં આવ્યા હતા અને તે દબાણોને આજે સરકારી બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવેલ છે વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, અગાઉ દબાણ કરનારાઓને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ તે લોકોએ પોતાના દબાણો દૂર કર્યા ન હતા જેથી આજે મહાનગરપાલિકાની ટીમે બુલડોઝર ફેરવીને જમીનને દબાણ મુક્ત કરેલ છે. અને પાકી ઓરડીઓ સહિત કુલ મળીને 12 જેટલા કાચા પાકા જે દબાણને તોડી પાડવામાં આવ્યા.